🔥 TRENDING समस्तीपुर में कंटेनर से 40 लाख की शराब... 🚨 BIG BREAKING NEWS | ଗୋପାଳପୁର ମହାବିଦ... बीकानेर नगर निगम में 'ऑपरेशन नीलकंठ' क... ਮੁਲਜ਼ਮ ਅਸ਼ਵਨੀ ਦੀ ਢੱਹੀ ਦੁਕਾਨ 'ਤੇ ਲਾਇਆ ਪ... श्री सनातन धर्म रामलीला समितिए नोएडा द... পলসন্ডা ট্রাফিক মোড়ে দুর্ঘটনার কবলে ব...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ધાંગધ્રા પોલીસે 1188 બિયર અને દારૂની બોટલો સાથે કાર જપ્ત કરી, એક શખ્સ સામે ગુનો નોંધાયો

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 16 Oct 2026, 11:55 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા શહેરના ભાર્ગવી સોસાયટી વિસ્તારમાંથી પોલીસે 1188 નંગ બિયર તથા ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક કાર જપ્ત કરી છે. આ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 3,55,920 થવા જાય છે.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા શહેરના ભાર્ગવી સોસાયટી વિસ્તારમાં ટાવર પાસેથી ધાંગધ્રા સીટી પોલીસની સર્વેલન્સ ટીમે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે 1188 નંગ બિયર તથા ઇંગ્લિશ દારૂની બોટલો ઝડપી પાડી છે. આ ઝડપાયેલા દારૂની કિંમત રૂપિયા 2,05,920 છે.

પોલીસે ઘટના સ્થળેથી એક કાર પણ કબજે કરી છે, જેનો રજીસ્ટર નંબર gj 01 કેપી 0318 નામની નિશાન કંપનીની માયકા ફોરવીલ ગાડીજેની કિંમત અંદાજે 1.5 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂપિયા 3,55,920 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મામલે ધાંગધ્રાના નરસિંહપરા ખાતે રહેતા રવિભાઈ જગદીશભાઈ ચૌહાણ નામના વ્યક્તિ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App