🔥 TRENDING TIPRA Motha Demands Probe into Alleged... Himachal Pradesh to Add 1,000 Electric... Six-State Kishau Pact Boosts CM Sukhu’... Himachal Pradesh Allocates PWD and Urb... Madhya Pradesh CM Criticizes Rahul Gan... धनरूआ में मोईधर पुल के पास ट्रेन की चप...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજપારડીના લોકમેળામાં 112ની કામગીરી

✍️ Reporter: MALEK SIRAJUDDIN I. 🗓 19 Sep 2026, 08:40 PM 👁 121
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજપારડીના લોકમેળામાં 112ની સતર્કતા: ગીચ ભીડમાં બાળકીની તબિયત લથડતાં જનરક્ષક ટીમે સમયસર પહોંચાડી હોસ્પિટલ.

રાજપારડીના લોકમેળામાં 112ની સતર્કતા: ગીચ ભીડમાં બાળકીની તબિયત લથડતાં જનરક્ષક ટીમે સમયસર પહોંચાડી હોસ્પિટલ.


ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામ ખાતે આવેલા પૌરાણિક સારસા માતાના મંદિર પરંપરાગત ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં સમગ્ર વિસ્તારમાં ભારે ભીડ જોવા મળી હતી.મેળામાં યાત્રાળુઓની સુરક્ષા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજપારડી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેમજ જનરક્ષક 112ની ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું.સાથે જ ખિસ્સા કાતરોથી સાવધાન રહેવા અને પોતાના કિંમતી સામાનની તકેદારી રાખવા માટે એનાઉન્સમેન્ટ દ્વારા લોકોને સતત જાગૃત કરવામાં આવી રહ્યા હતા.આ દરમિયાન ગીચ ભીડ વચ્ચે આશરે 8થી 10 વર્ષની એક બાળકીની અચાનક તબિયત લથડી હતી. ચક્કર અને ગભરામણના કારણે બાળકી નીચે પડી જતાં તેના પિતાએ પેટ્રોલિંગ કરી રહેલી જનરક્ષક 112ની ટીમને જાણ કરી હતી.
માહિતી મળતાં જ જનરક્ષક 112ના ઇન્ચાર્જ ફતેસિંહ રામસિંહ અને પાઇલોટ અજયભાઈ ખીમજીભાઈ વણઝારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ટીમે ગીચ ભીડમાંથી બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે પહોંચાડી હતી.મેળામાં સુરક્ષા વ્યવસ્થા જાળવવાની ફરજ સાથે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારને સમયસર મદદ પહોંચાડી રાજપારડી પોલીસ અને જનરક્ષક 112ની ટીમે સતર્કતા અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સમયસર મદદ મળતાં બાળકીના પરિવારજનોએ રાજપારડી પોલીસ, જનરક્ષક 112ના ઇન્ચાર્જ ફતેસિંહ રામસિંહ, પાઇલટ અજયભાઈ વણઝારા તથા સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર; મલેક સીરાજુદ્દીન જગડીયા
📲Get App