🔥 TRENDING KSRTC Launches Premium Rajahamsa Bus S... CleanMax and Nuvoco Announce 46.4 MW W... RSSB CET 2026 Exam Calendar Revised –... Amritsar Calls for Accountability in G... Guru Nanak Dev University Student Neer... Congress Holds Protest in Jalandhar, B...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત સાયબર ક્રાઇમ: શેરબજારમાં રોકાણના નામે 1.10 કરોડની ઠગાઈ, મહારાષ્ટ્રથી 3 આરોપી ઝડપાયા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 29 Sep 2026, 06:00 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત સાયબર ક્રાઇમ સેલે શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકાર સાથે 1.10 કરોડથી વધુની ઠગાઈ કરનાર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મહારાષ્ટ્રથી ત્રણ મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડ્યા છે.

સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા શેરબજારમાં રોકાણના નામે સુરતના એક રોકાણકાર સાથે 1.10 કરોડથી વધુની ઠગાઈ આચરવાના ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે મહારાષ્ટ્રથી ત્રણ મુખ્ય સાગરીતોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં મુંબઈના માનખુર્દમાં રહેતો 27 વર્ષીય રાહુલ અલખનાથ રજક, નવી મુંબઈ સીવૂડસનો 37 વર્ષીય આશિષ સુરેશ સોનાર અને નેરૂલમાં રહેતો મૂળ જલગાંવનો 34 વર્ષીય ભૂષણ સુરેશ સેંદાણે સામેલ છે. આ ટોળકી નોકરી અને બેરોજગારીની આડમાં સાયબર માફિયાઓ સાથે મળી દેશભરમાં ઓનલાઇન ઠગાઈનું નેટવર્ક ચલાવતી હતી.

આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદીને શેર માર્કેટમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી હતી. વિશ્વાસ કેળવવા માટે ઠગોએ ‘Axis.apk' નામની બોગસ અને નકલી એપ્લિકેશન ફરિયાદીના મોબાઇલમાં ડાઉનલોડ કરાવી હતી. ત્યારબાદ આ ફેક એપ્લિકેશનમાં ફરિયાદીના નામે ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવી જુદા-જુદા બેંક ખાતાઓમાં ટ્રેડિંગ પેટે કુલ 1,10,90,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.

આરોપીઓએ એપ્લિકેશનના ડિસ્પ્લે પર મોટો નફો દર્શાવી રોકાણકારને ભ્રમમાં રાખ્યા હતા. જોકે, જ્યારે રોકાણકારે પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ઠગાઈનો અહેસાસ થયો હતો અને તેમણે તાત્કાલિક સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
📲Get App