🔥 TRENDING Union Minister Shah urges India to wag... Narmadapuram constable Somil Saxena ar... Resident Doctors Protest at AIIMS Jodh... અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી પેરોલ જમ્પ થય... Goa Government and Tricog Health to Ho... IPL 2027 Player Auction Set for Decemb...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બોટાદ: ગઢડામાં ઘેલો નદીમાંથી 110 વર્ષ જૂનો અમૂલ્ય પ્રસાદી મુગટ ફાયર વિભાગ દ્વારા શોધી કઢાયો

✍️ Reporter: MORI GAMBHIRSINH 🗓 23 Sep 2026, 07:50 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બોટાદ જિલ્લાના ગઢડા ખાતે ઘેલો નદીમાં બોટ પલટી જતાં ખોવાયેલો 110 વર્ષ જૂનો સોનાનો પ્રસાદી મુગટ ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ શોધી કાઢ્યો છે. આ ઘટનાથી ભક્તો અને સંસ્થાના આગેવાનોમાં આનંદની લાગણી પ્રસરી છે.

બોટાદ જિલ્લાના ગઢડા ખાતે ગઇકાલે ઘેલો નદીમાં જણાજીલાણી કાર્યક્રમ દરમિયાન બોટ પલટી જવાથી સ્વામીશ્રીના હાથમાં રહેલી મૂર્તિનો આશરે 110 વર્ષ જૂનો સોનાનો પ્રસાદી મુગટ પાણીમાં ખોવાઈ ગયો હતો. આ અમૂલ્ય મુગટ ધાર્મિક આસ્થા અને સંસ્થા સાથે ઊંડી લાગણી ધરાવતો હોવાથી તેના ખોવાઈ જવાથી ભક્તો તથા સંસ્થાના આગેવાનોમાં ચિંતા જોવા મળી હતી.

ઘટનાની ગંભીરતા અને મુગટ સાથે જોડાયેલી ધાર્મિક લાગણીને ધ્યાને લઈ આજરોજ બોટાદ ફાયર વિભાગની ટીમને ગઢડા ખાતે ખાસ સર્ચ ઓપરેશન માટે મોકલવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ઘેલો નદીમાં જરૂરી સલામતીના સાધનો અને વ્યવસ્થાઓ સાથે સતત શોધખોળ હાથ ધરી હતી.

ટીમના કર્મચારીઓની મહેનત, કુશળતા અને સતત પ્રયાસોના પરિણામે લાંબી શોધખોળ બાદ અમૂલ્ય પ્રસાદી મુગટ સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યો હતો. આ કામગીરીથી ભક્તો તથા સંસ્થા સાથે જોડાયેલા લોકોમાં આનંદ અને રાહતની લાગણી પ્રસરી હતી.

બોટાદ ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી માત્ર સર્ચ ઓપરેશન પૂરતી મર્યાદિત ન રહેતા, લોકોની આસ્થા અને લાગણી સાથે જોડાયેલી અમૂલ્ય પ્રસાદી વસ્તુને પરત મેળવવાની માનવતાભરી અને જવાબદારીપૂર્ણ કામગીરી બની છે. આ કામગીરી બદલ ફાયર વિભાગની ટીમની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. આ કામગીરીમાં વેલશીભાઈ, મહેન્દ્રભાઈ, હરજીવનભાઈ, મહાવીરસિંહ અને રાજીભાઈ સહિતના ફાયર કર્મચારી જોડાયા હતા.
📲Get App