🔥 TRENDING ડભોઈ તાલુકાના સાઠોદ ગામે ગઈ કાલે હત્યા... India and Netherlands Sign Agreement o... Karnataka Minister Says Mekedatu Proje... Karnataka launches drive to attract Si... Actor Prakash Raj launches 10‑day Karn... US envoy Gor arrives in Rajasthan for...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહિસાગરમાં પોષણનો સ્વાદિષ્ટ સંગમ : 11 ઘટકની બહેનોએ 53થી વધુ પૌષ્ટિક વાનગીઓથી મેળો જમાવ્યો

મહિસાગરમાં પોષણનો સ્વાદિષ્ટ સંગમ : 11 ઘટકની બહેનોએ 53થી વધુ પૌષ્ટિક વાનગીઓથી મેળો જમાવ્યો

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 24 Sep 2026, 07:50 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર...

મહિસાગર જિલ્લા પંચાયત ખાતે પોષણ અને સ્વાદનો અનોખો સમન્વય જોવા મળ્યો.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવારના અધ્યક્ષ સ્થાને, મહિલા અને બાળ વિકાસ વિભાગની સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, પ્રોગ્રામ ઓફિસર અંબિકાબેન જયસ્વાલ, જિલ્લા સંકલન અધિકારી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તમામ ઘટકના સીડીપીઓ, મુખ્ય સેવિકાઓ અને મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવારે જણાવ્યું હતું કે, બાળકોમાંથી કુપોષણને નાબૂદ કરવા માટે ટેક હોમ રાશનને વધુ સ્વાદિષ્ટ અને રુચિકર બનાવીને બાળકો સુધી પહોંચાડવું ખૂબ જ જરૂરી છે.

આ સ્પર્ધામાં મહિસાગર જિલ્લાના અગિયાર ઘટકની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બહેનોએ ટેક હોમ રાશન, મિલેટ્સ એટલે કે શ્રી અન્ન, અને સ્થાનિક કઠોળ તથા શાકભાજીના સમન્વયથી લાડુ, ખીચડી, થેપલા, હલવો અને ચીકી સહિત તેપનથી વધુ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન કર્યું હતું.

નિર્ણાયકશ્રીઓ દ્વારા વાનગીઓના પોષણ મૂલ્ય, સ્વાદ અને બાળકો માટેની અનુકૂળતાના ધોરણે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, અને શ્રેષ્ઠ વાનગી બનાવનાર વિજેતા બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
📲Get App