🔥 TRENDING રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ... ઝાલોદ પોલીસ ગ્રાઉન્ડમા છઠ્ઠા નવરાત્રિ... सागर: सेना भर्ती रैली में 8,954 अभ्यर्... पीएमएफएमई योजना से सतीश चंद्र गुप्ता ब... उत्तर प्रदेश के आठ जिलों में नए अभिलेख... अपर मुख्य सचिव ने नरसिंहपुर जिले की ग्...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Entertainment

ધાંગધ્રા પોલીસે રાજસ્થાની ટ્રેલરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, 11 સામે ગુનો દાખલ

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 17 Oct 2026, 09:24 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા કોંઢ રોડ પર ફાર્મ પાસે મેલડી માતા મંદિર નજીક સર્વેલન્સ ટીમે કાર્યવાહી કરી. રાજસ્થાનના પારસીઓના ટ્રેલરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે કોંઢ રોડ પર ફાર્મ વાળા મેલડી માતા મંદિર પાસે એક ટ્રેલર પર રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસે રાજસ્થાનપારસીગના ટ્રેલરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમા નવ મોબાઈલ ત્રણ બાઈક એક ટેલર તથા સફેદ પાવડર ની બોરી સહિત 22,82,200 નો મુદ્દા માલ ઝડપી પાડવામાં આવ્યો છે

પોલીસે આ બનાવ અંગે કુલ 11 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જેમાં બે વ્યક્તિઓની ઘટના સ્થળેથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા સાથે કુલ 22 લાખ 82 હજાર 200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજસ્થાન પાર્કિંગના ટેલરજેનો રજીસ્ટર નંબર RJ 52 GA 4520 છે તેમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો જેમાં આરોપી મહાવીર સિંગ મોટ સિંગ રાવત રહે રાજસ્થાન તથા નીતિનભાઈ મથુરભાઈ પરમાર દલવાડી રહે ધાંગધ્રા નરસિંહપરા વાળા ની સ્થળઉપરથી ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અન્ય નવ લોકો સહિત કુલ 11 લોકો સામે ધાંગધ્રા તાલુકા પોલીસ મથકે પ્રોહી બિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે

આ રેડ દરમિયાન પોલીસની સતર્કતા અને સમયસર કાર્યવાહીના કારણે દારૂનો મોટો જથ્થો બજારમાં પહોંચતા અટક્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App