Health
તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા સંચાલિત આયુર્વેદ કોલેજ દ્વારા 11મા આયુર્વેદ દિવસની ભવ્ય ઉજવણી
આયુષ મંત્રાલયની પ્રેરણાથી ઓ. એચ. નાઝર આયુર્વેદ કોલેજ અને એલ્યુમની એસોસિએશન દ્વારા 'આયુર્વેદ, એક સ્વસ્થ ભવિષ્ય કે લિયે' થીમ પર 11મા આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા.
આયુષ મંત્રાલય, ભારત સરકારની પ્રેરણાથી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા સંચાલિત ઓ. એચ. નાઝર આયુર્વેદ કોલેજ અને એલ્યુમની એસોસિએશન દ્વારા 11મા આયુર્વેદ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ વર્ષે ઉજવણીની મુખ્ય થીમ 'આયુર્વેદ, એક સ્વસ્થ ભવિષ્ય કે લિયે' રાખવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ 23મી સપ્ટેમ્બરે ઓમકારનાદ, ધન્વંતરી પૂજન અને દીપ પ્રાગટ્યથી થયો હતો. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા થીમ આધારિત રંગોળી પણ બનાવવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્થાના મંત્રી હેમંત ટોપીવાલા, એલ્યુમની એસોસિએશનના પ્રમુખ ડૉ. મુકેશ નાવડીયા અને આચાર્ય ડૉ. મેઘાબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે, 17થી 22 સપ્ટેમ્બર દરમિયાન સ્ટેટ લેવલ વેબિનાર સિરીઝનું આયોજન કરાયું હતું, જેમાં 100થી વધુ આયુર્વેદ તબીબોએ ભાગ લીધો હતો. વેબિનારમાં પ્રો. ડૉ. માલહારી સર દેશપાંડે, ડૉ. નિર્લેપ સોજીત્રા, પ્રો. ડૉ. પંકજ છાયાણી, ડૉ. નિશા વાછાણી અને પ્રો. ડૉ. સરિતા જોશી જેવા નિષ્ણાતો દ્વારા આયુર્વેદના વિવિધ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉજવણીના ભાગરૂપે અન્ય કાર્યક્રમો પણ યોજાયા હતા. 15 સપ્ટેમ્બરે ધારુકાવાળા મહિલા આર્ટ્સ કોલેજ, વરાછા ખાતે NSSના સહયોગથી ‘યોગ અને વુમન હેલ્થ અવેરનેસ’ પર એક પ્રવચનનું આયોજન કરાયું હતું. 22થી 26 સપ્ટેમ્બર દરમિયાન 7 ધાતુ, અગ્નિ, ઓજસ, સ્રોતસ અને દિનચર્યા જેવા વિષયો પર પોસ્ટર પ્રદર્શન દ્વારા જાગૃતિ અને પ્રકૃતિ પરીક્ષણ કેમ્પ યોજવામાં આવશે. આ ઉપરાંત, 24 સપ્ટેમ્બરે 'ઋતૂનામનુસારમ્' થીમ પર એક રસપ્રદ રસોઈ સ્પર્ધા પણ યોજાઈ હતી.