🔥 TRENDING Karn says wives need not obey husbands... Karnataka launches ElevenLabs AI voice... Karnataka Engineer Missing After Flood... IAF showcases combat capabilities in E... Tata Power Renewable Energy commission... 19 Young Rajasthan Artists Launch Mont...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા જિલ્લામાં 11 નવા 112 જનરક્ષક વાહનોને લીલી ઝંડી આપી સેવામાં સમર્પિત

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 28 Aug 2026, 06:48 AM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા પોલીસ હેડક્વાર્ટર્સમાં 11 નવા 112 જનરક્ષક વાહનોને જીલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલે લીલી ઝંડી આપી સત્તાવાર રીતે સેવામાં સમર્પિત કર્યા.

આજે હિંમતનગરમાં પોલીસ હેડ ક્વાર્ટર્સની એસપી ઓફિસમાં 112 નંબરની નવીન અગિયાર જનરક્ષક વાહનોને જીલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલે લીલી ઝંડી આપી સેવામાં સમર્પિત કરવામાં આવ્યા. પ્રસંગમાં કંટ્રોલ રૂમના PSI અને સ્ટાફ તેમજ 112 સુપરવાઈઝર કિરણભાઈ ગઢવી સહિતના અધિકારીઓ હાજર રહ્યા.

સમર્પિત થયેલ વાહનોને પોલીસ હેડક્વાર્ટસથી શહેરના વિવિધ સ્થળો જેમ કે બી ડિવિઝન પોલીસ સ્ટેશન, ટાવર ચોક, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, મહાવીરનગર ચાર રસ્તા, છાપરીયા ચાર રસ્તા, મોતીપુરા અને બસ સ્ટેશન રોડ સુધી મોકલવામાં આવ્યા અને ત્યારબાદ ફરી હેડક્વાર્ટસમાં પરત લાવવામાં આવ્યા.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઇમરજન્સી સેવા ઝડપી બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સમગ્ર ગુજરાતમાં 500 જેટલા 112 જનરક્ષક વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લામાં 11 નવા વાહનોનો સમાવેશ થયો. આ વાહનોનું લોકાર્પણ જીલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યું.

નવું 112 જનરક્ષક સેવા 10 મિનિટની અંદર સ્થળ પર પહોંચવાની યોજના ધરાવે છે અને પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ સેવાઓને એક જ નંબર દ્વારા ઉપલબ્ધ કરે છે. ગાંધીનગરથી દરેક કોલનું લોકેશન અને પ્રતિસાદ સમય મોનિટર કરવામાં આવશે અને જનતા ને કોઈપણ ઇમરજન્સી સમયે 112 નંબરનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.
📲Get App