🔥 TRENDING जयपुर में लकड़ी के गोदाम में लगी तीव्र... सरपंच कि गुंडागर्दी Punjab Police Suspends ASI Over Allege... Four Arrested in Delhi Fake ₹20 Coin S... Delhi Police Recover Woman's Body Afte... Bihar food safety raid finds illegal b...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 103મું અંગદાન, 4-5 દર્દીઓને મળશે નવું જીવન

✍️ Reporter: Hariom Borse 🗓 01 Nov 2026, 07:56 PM 👁 18
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સ્વ. અલ્કેશભાઈ વળવીના પરિવારે માનવતાભર્યો નિર્ણય લઈને અંગદાન માટે સંમતિ દર્શાવી હતી. તેમના 2 કિડની, 1 લીવર અને 1 હૃદયનું અમદાવાદમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

સુરત ખાતે આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં આજે 103મું અંગદાન સફળતાપૂર્વક સંપન્ન થયું છે. સ્વ. અલ્કેશભાઈ વળવી અકસ્માત બાદ બ્રેઈનડેડ જાહેર થતાં, તેમના પરિવારજનોને અંગદાનના મહત્ત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું. આ દુઃખની ઘડીમાં પણ પરિવારે માનવતાને સર્વોપરી રાખીને અંગદાન માટે સંમતિ દર્શાવી હતી.

સુરત સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા સ્વ. અલ્કેશભાઈની 2 કિડની, 1 લીવર અને 1 હૃદયનું અંગદાન માટે સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. આ અંગોને વંદે ભારત ટ્રેન મારફતે અમદાવાદ પહોંચાડવામાં આવ્યા છે, જેના કારણે 4થી 5 જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળશે.

સ્વ. અલ્કેશભાઈની આત્માને પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી છે. સાથે જ, દુઃખની આ ઘડીમાં પણ માનવતાને સર્વોપરી રાખીને અંગદાનનો ઉમદા નિર્ણય લેનાર તેમના પરિવારજનોને કોટિ કોટિ વંદન કરવામાં આવ્યા છે.
📲Get App