🔥 ट्रेंडिंग करन पटेल और तेज़ प्रताप यादव ने विराट... कैंस में मान्यता के बाद ‘मदर्स ऑफ़ करे... IIFA का हॉलीवुड‑इंडिया शो, शाहरुख़ खान... सिवाकरथिकेयन ने कहा: केवल मास एंटरटेनर... निकलास केज को मिनेसोटा के ट्विन सिटीज़... पुरस्कार विजेता अपराध लेखक की नई पुस्त...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા જિલ્લામાં જમીન પચાવી પાડવા 103 કેસોની સમીક્ષા, 15 માં સમાધાન..
स्थानीय

સાબરકાંઠા જિલ્લામાં જમીન પચાવી પાડવા 103 કેસોની સમીક્ષા, 15 માં સમાધાન..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 11 सित. 2026, 11:00 PM 👁 65
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જિલ્લા કલેક્ટર દ્વારા યોજાયેલ સમિતિ બેઠકમાં 103 કેસોનું મૂલ્યાંકન થયું,જેમાં 15 કેસોમાં પક્ષકારો વચ્ચે સમાધાન થઈને ન્યાય મળ્યો..

જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ હેઠળ સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 103 જમીન પચાવી પાડવાના કેસોની સમીક્ષા માટે બેઠક યોજાઈ.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ,જિલ્લા પોલીસ અધિકારી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા સહિત સંબંધિત પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.સમિતિએ રજૂ થયેલા 103 કેસોમાંથી 15 કેસોમાં તપાસ દરમિયાન અરજદારોને જમીનનો કબજો મળી જતાં પક્ષકારો વચ્ચે પરસ્પર સમાધાન થયું, જેના પરિણામે હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો..

બાકી કેસોમાં કાયદાકીય જોગવાઈઓ અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવી. છેલ્લા છ માસમાં સમિતિ દ્વારા કુલ 311 કેસોમાં કાયદાકીય જોગવાઈ મુજબ નિર્ણયો લેવાયા છે, તેમજ 12 કેસોમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા અંગે નિર્ણય લેવાયો છે..

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી સાથે વાસ્તવિક હકદારને ન્યાય મળવા અને યોગ્ય કેસોમાં સમાધાનની તક આપવા માટે સંતુલિત અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેનાથી જમીન સંબંધિત વિવાદોના ઝડપી અને કાયદેસર નિરાકરણ સાથે નાગરિકોમાં વહીવટી તંત્ર પ્રત્યે વિશ્વાસ મજબૂત થવાની અપેક્ષા છે.
📲Get App