🔥 TRENDING Red alert issued for five districts in... Heavy Showers Hit Telangana and Andhra... Gujarat Education Minister Promises Qu... Gujarat launches shared high‑performan... Punjab Cabinet Minister Dr. Ravjot Sin... Former Soldier Scales Water Tank in Ch...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ફાયર ઇમર્જન્સી માટે હવે 101 નહીં, 112 પર કરો કોલ: સુરતમાં બદલાઈ ઇમર્જન્સી કોલિંગ સિસ્ટમ

✍️ Reporter: Dhaval Maheta 🗓 24 Sep 2026, 10:05 AM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં ફાયર ઇમર્જન્સી માટે હવે 101 નંબરને બદલે 112 નંબર પર કોલ કરવાનો રહેશે. આ ફેરફાર બુધવારથી અમલમાં આવ્યો છે અને આગામી એક મહિનામાં 101 નંબર બંધ કરવામાં આવશે.

સુરત શહેરમાં ફાયર ઇમર્જન્સી સેવાઓ માટે કોલિંગ પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી નાગરિકોએ ફાયરબ્રિગેડ સંબંધિત કોઈપણ ઇમર્જન્સી માટે 101 નંબરને બદલે 112 નંબર પર સંપર્ક કરવાનો રહેશે. આ નવી વ્યવસ્થા બુધવારથી અમલમાં મુકવામાં આવી છે અને આગામી એક મહિનામાં 101 નંબર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.

નવી સિસ્ટમ મુજબ, 112 પર આવતા ઇમર્જન્સી કોલ સૌ પ્રથમ કંટ્રોલ રૂમમાં પ્રાપ્ત થશે. ત્યાંથી ઘટનાનું ચોક્કસ લોકેશન જાણીને નજીકના ફાયર સ્ટેશનને વાયરલેસ સિસ્ટમ દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવશે. ત્યારબાદ ફાયરબ્રિગેડની ટીમ જરૂરી વાહનો અને સાધનો સાથે ઘટનાસ્થળે રવાના થશે.

આ ફેરફાર દરમિયાન, સુરત ફાયરબ્રિગેડનું હાલનું વાયરલેસ નેટવર્ક અને ફાયર કંટ્રોલ રૂમ યથાવત રીતે કાર્યરત રહેશે. 112 પર કોલ મળ્યા બાદ, કંટ્રોલ રૂમ અને ફાયર સ્ટેશન વચ્ચે વાયરલેસ દ્વારા સંકલન જાળવવામાં આવશે. જરૂરિયાત જણાય તો નજીકના અન્ય ફાયર સ્ટેશનોને પણ આ સંકલન પ્રણાલી દ્વારા જાણ કરવામાં આવશે, જેથી ઝડપી અને અસરકારક પ્રતિભાવ આપી શકાય.
📲Get App