🔥 TRENDING Tipra Motha Targets 470-500 Village Co... Tripura CM Reaffirms Commitment to Str... Himachal CM Announces Continuation of... Monsoon Withdraws from North India, Da... VST 130 DI Power Tiller: Engine, Tilli... AIOC Launches Initiative to Expand Glo...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં 'બાર્બેક્યુ નેશન' રેસ્ટોરન્ટમાં વાસી ખોરાક પીરસવાનો મામલો: મનપાએ રૂ. 10,000 દંડ ફટકાર્યો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 29 Sep 2026, 09:24 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલી જાણીતી રેસ્ટોરન્ટ 'બાર્બેક્યુ નેશન'માં ગ્રાહકોને વાસી અને સડેલી ખાદ્યસામગ્રી પીરસવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ અને સેનિટેશન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી રેસ્ટોરન્ટને રૂ. 10,000 નો દંડ ફટકાર્યો છે.

સુરત શહેરના પોશ ગણાતા પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલી જાણીતી રેસ્ટોરન્ટ 'બાર્બેક્યુ નેશન' સામે ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવાનો મામલો સામે આવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. વાસી અને સડેલી ખાદ્યસામગ્રી પીરસવાના વાયરલ વીડિયો અને વિવાદ બાદ સુરત મહાનગરપાલિકાના ફૂડ અને સેનિટેશન વિભાગે તાત્કાલિક સ્થળ તપાસ હાથ ધરીને કડક દંડાત્મક કાર્યવાહી કરી છે.

ગોલ્ડન સ્ક્વેર, સરગમ શોપિંગ કોમ્પ્લેક્સ નજીક આવેલી આ બ્રાન્ચમાં ભોજન કરવા ગયેલા ગ્રાહકોને વાસી ખોરાક પીરસાતાં હોબાળો મચ્યો હતો. ગ્રાહકોએ રસોડામાં જઈને તપાસ કરતાં કાળા પડી ગયેલા સડેલા બટાકા તેમજ દુર્ગંધ મારતા મશરૂમ મળી આવ્યા હતા. ગ્રાહકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયોમાં ગ્રાહકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવી પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં ક્વોલિટી, સેફ્ટી કે સર્વિસ જેવું કંઈ નથી અને ફરિયાદ કરવા છતાં સ્ટાફ જવાબ આપવાને બદલે ભાગી ગયો હતો.

આ સમગ્ર વિવાદ સામે આવ્યા બાદ પાલિકાના ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી અને ગુણવત્તા ચકાસણી માટે એન્ફોર્સમેન્ટ હેઠળ બટર ચિકન તેમજ વેજ સ્ટાર્ટર મિક્સના બે નમૂના લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. આ ઉપરાંત, સ્થળ પર સ્વચ્છતા અને નિયમોના ઉલ્લંઘન બદલ સેનિટેશન વિભાગ દ્વારા રેસ્ટોરન્ટ મેનેજમેન્ટને કડક નોટિસ ફટકારવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે રૂ. 10,000 નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
📲Get App