🔥 TRENDING कमालगंज में श्री गणेश महोत्सव का भव्य... Chhattisgarh High Court Says Recovery... एटा पुलिस ने तमंचे से फायरिंग के वांछि... Chhattisgarh Boiler Blast: Death Toll... Punjab Minister Slams Opposition Over... 26-Year-Old Punjab Pilgrim Dies in 400...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

સુરતમાં બ્લિન્કિટ દ્વારા મંગાવેલી બ્રેડમાં લીલી ફૂગ, ફૂડ સેફ્ટી ઓફિસરે વસૂલ કર્યા રૂ.10,000નો દંડ

✍️ Reporter: Dhaval Maheta 🗓 21 Sep 2026, 11:35 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના વેસુ વિસ્તારમાં ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા મંગાવેલી બ્રેડમાં ગંભીર પ્રકારની લીલી ફૂગ નીકળી હતી. ફૂડ સેફ્ટી ઓફિસરે અખાદ્ય સામગ્રીનો નાશ કરી રૂ.10,000નો દંડ વસૂલ કર્યો છે.

ઓનલાઇન પ્લેટફોર્મ પરથી 10 થી 15 મિનિટમાં ડિલિવરી મેળવવાની લ્હાયમાં સુરતીઓના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે. સુરતમાં 'બ્લિન્કિટ' અને 'ઝેપ્ટો' જેવી ક્વિક-કોમર્સ કંપનીઓ દ્વારા અખાદ્ય, વાસી અને મુદતવીતી ખાદ્યસામગ્રી પધરાવી દેવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તાજેતરમાં જ વેસુ વિસ્તારમાં બ્લિન્કિટ દ્વારા મંગાવેલી બ્રેડમાં ગંભીર પ્રકારની લીલી ફૂગ નીકળતાં ભારે હોબાળો મચી ગયો છે.

ફૂડ સેફ્ટી ઓફિસર બી. આર. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, અમને ત્રણથી ચાર વાગ્યાના સમય ગાળામાં ટેલીફોનિક ફરિયાદ મળી હતી જેના આધારે મેં અઠવા ઝોનના ફૂટ સેફ્ટી અધિકારીને ઘટના સ્થળે મોકલી આપ્યા હતા. જ્યાં તપાસ કરતાં બે કિલો જેટલો અખાદ્ય જતો મળી આવ્યો હતો, જેને ત્યાં જ નાશ કરવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ રૂ.10,000નો રોકડ દંડ વસૂલવામાં આવ્યો હતો સાથે જ તેને શો કોજ નોટિસ પણ આપવામાં આવી છે. આ ઘટનાએ ક્વિક-કોમર્સ સેક્ટરમાં ખાદ્યસામગ્રીની ગુણવત્તા અને સલામતી વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
📲Get App