🔥 TRENDING Opposition Parties Hold Massive March... Power outage in Gorakhpur to last five... Delhi commuters face delays as Metro s... *श्री सनातन धर्म रामलीला समिति, नोएडा... CJP alleges Delhi police barred Dipke... रामगढ़ में कोर्ट में सीट का किया गया उ...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પાલિકાની બેદરકારી: 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ ખરીદાયેલા 100થી વધુ રોપા સૂકાયા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 12 Oct 2026, 10:46 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતમાં 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ ખરીદાયેલા 100થી વધુ રોપા ગાર્ડન વિભાગની બેદરકારીને કારણે સૂકાઈ ગયા છે. આ મામલે ભૂતપૂર્વ કોર્પોરેટરે વીડિયો સાથે ફરિયાદ કરી ઓડિટની માંગ કરી છે.

સુરતમાં 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ 5 જૂને મોટા પાયે ખરીદાયેલા 100થી વધુ રોપા પાલિકાના ગાર્ડન વિભાગની બેદરકારીને કારણે સૂકાઈ ગયા છે. આ ઘટનાએ પાલિકાની કાર્યપદ્ધતિ પર પ્રશ્નાર્થ સર્જ્યો છે. ભૂતપૂર્વ કોર્પોરેટરે આ મામલે વીડિયો પુરાવા સાથે ફરિયાદ કરી, ખરીદીનું ઓડિટ કરવાની માંગ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફોટો સેશન પૂરતા રોપા વાવ્યા બાદ બાકીના રોપાને યોગ્ય કાળજી વિના રઝળતા છોડી દેવાયા હતા, જેના કારણે તે સુકાઈ ગયા. આશ્ચર્યજનક રીતે, પાલિકા પાસે 5 હજાર ચોરસ મીટર વિસ્તારમાં 5 નર્સરીઓ ઉપલબ્ધ હોવા છતાં, બહારથી રોપાની ખરીદી કરવામાં આવી રહી છે.

આ પહેલાં તત્કાલીન કમિશનર એમ. થેન્નારસને ખાનગી નર્સરીઓમાંથી ખરીદી બંધ કરી પાલિકાની પોતાની નર્સરીઓમાં રોપા ઉછેર કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, તેમની બદલી બાદ ગાર્ડન વિભાગે ફરીથી લાખો રૂપિયાના રોપાની ખરીદી શરૂ કરી દીધી છે. જહાંગીરપુરા સહિત પાલિકાના 5 ઝોનમાં કુલ 50 હજાર ચોરસ મીટર જગ્યા ઉપલબ્ધ હોવા છતાં, રોપા ઉછેરની પ્રક્રિયા મંદ ગતિએ ચાલી રહી છે.
📲Get App