🔥 TRENDING 7,540 Trees Targeted for Cutting in Ch... Telangana presses Karnataka to release... Fatehabad Police Arrest Rajasthan Fugi... Rajasthan High Court directs 25% of wi... Body of Factory Worker Found Near Shop... અમરેલી GSRTC બસ ડેપો ખાતે જિલ્લા ટ્રાફ...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રાજકોટ: જામીન માટે રૂ.10 હજારની લાંચ માંગનાર ASI અને GRD જવાન ACBની ઝપેટમાં

✍️ Reporter: Sudip Gadhiya 🗓 23 Sep 2026, 02:10 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ શહેરમાં આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD જવાન જામીન મુક્ત કરવાના બદલામાં રૂ.10,000 ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા રંગેહાથ ઝડપાયા છે.

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) રાજેશ મેર અને GRD જવાન મનોજ ચૌહાણને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે લાંચ લેતા ઝડપી પાડ્યા છે. ફરિયાદી પાસે લોકઅપમાં નહીં પૂરવા અને જામીન મુક્ત કરવાના બદલામાં આ બંને કર્મચારીઓએ રૂ.10,000 ની લાંચની માંગણી કરી હતી.

ACBની ટીમે ફરિયાદીની ફરિયાદના આધારે સફળ છટકું ગોઠવ્યું હતું. આ છટકામાં ASI રાજેશ મેર અને GRD જવાન મનોજ ચૌહાણ લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ કાર્યવાહી બાદ પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.

આ ઘટનાએ ફરી એકવાર પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓ પર પ્રશ્નાર્થ સર્જ્યો છે. ACB દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App