🔥 TRENDING Punjab Faces Rising Pattern of Fatal I... Bank of Punjab clinches global SME fin... देवघराच्या खिडकीतून घुसून ४७ लाखांचा ऐ... Bank of Punjab Issues 523.56 Million S... Assam Launches Applications for MSME E... Assam CM Announces Delhi Hazarika Even...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા: લાલપુરમાં પ્રેમલગ્ન દંપતી પર કુહાડી-લાકડી હુમલો, 10 આરોપીઓ સામે ગુનો નોંધાયો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 20 Nov 2026, 04:12 PM 👁 37
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તલોદ પોલીસએ લાલપુર ગામમાં પ્રેમલગ્ન દંપતી પર કુહાડી અને લાકડીથી થયેલા હુમલાની તપાસ શરૂ કરી,10 આરોપીઓ સામે ગુનો નોંધાયો..

સાબરકાંઠાના-:
તલોદ તાલુકાના લાલપુર ગામમાં પ્રેમલગ્ન કરીને વતનમાં પરત ફરેલા દંપતી પર યુવતીના પરિવારજનોએ જીવલેણ હુમલો કર્યો, જેમાં 10 શખ્સોના ટોળાએ ઘરમાં ઘૂસી લાકડી અને કુહાડી વડે હુમલો કર્યો અને યુવકની માતાનું માથું ફોડી નાખ્યું.આ હુમલામાં 32 વર્ષીય વસંતસિંહ કાળુસિંહ ખાંટે, તેમની પત્ની અને બે બાળકો 17-11-26ના રોજ સાંજે 4:00 વાગ્યે લાલપુર વતન ખાતે આવ્યા હતા.સાંજે 7:00 વાગ્યાના આસપાસ વર્ષાનો ભાઈ આશિકકુમાર તથા તેના કુટુંબીઓ વિપુલસિંહ,જયેશસિંહ,હમીરસિંહ,જસવંતસિંહ સહિત 10 લોકોનું ટોળું લાકડી-કુહાડી સાથે ધસી આવ્યું હતું.જયેશસિંહે વસંતસિંહને લાકડી ફટકારી અને પુત્રને બચાવવા વચ્ચે પડેલી માતા તેજલબેનના માથામાં વિપુલસિંહે કુહાડીનો ઘા ઝીંકી દેતાં તેઓ લોહીલુહાણ થઈ ઢળી પડ્યા..

તલોદ પોલીસએ આ ઘટનાની તપાસ શરૂ કરી અને 10 આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો. ફરિયાદમાં આશિકકુમાર અમરતસિંહ પરમાર, વિપુલસિંહ હમીરસિંહ પરમાર, જયેશસિંહ હમીરસિંહ પરમાર, હરેશસિંહ જસવંતસિંહ પરમાર, શેધુસિંહ કાળુસિંહ પરમાર, અનિલસિંહ ફતેસિંહ પરમાર, હમીરસિંહ ધુળસિંહ પરમાર, જસવંતસિંહ ટેટુસિંહ પરમાર, સજનબેન હમીરસિંહ ધુળસિંહ પરમાર, લીલાબેન જસવંતસિંહ પરમાર (બધા રહે.લાલપુર, તા.તલોદ) નામના આરોપીઓનો સમાવેશ થાય છે.ઈજાગ્રસ્ત તેજલબેનને 108 મારફતે હિંમતનગર સિવિલમાં દાખલ કરાયા છે.હાલ તેઓ સારવાર હેઠળ છે.પોલીસ તપાસ ચાલુ રાખી રહી છે અને આરોપીઓની ઓળખ અને કાનૂની કાર્યવાહી માટે આગળ વધશે.
📲Get App