હલધરવાસ ના અંબિકા કુષિ સેન્ટરમાંથી લીધેલા દાંતીવાડા સીડસ ગુજરાતનું10કિલો ડાંગરનું બિયારણ ભેડસેડ વાળું નીકળતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો
Watch on:
📘 Facebook
*વિષય : હલધરવાસના અંબિકા કૃષિ સેન્ટરમાંથી લીધેલ દાંતીવાડા સીડ્સ ગુજરાતનું 10 કિલો ડાંગરનું બિયારણ ભેળસેળ વાળું નીકળતા ખેડૂતને નુકસાન*
મહેમદાવાદ તા.
મહેમદાવાદ તાલુકાના હલધરવાસ ગામે આવેલ અંબિકા સેન્ટર / કૃષિ સેન્ટરમાંથી એક ખેડૂતે દાંતીવાડા સીડ્સ (ગુજરાત) કંપનીનું 10 કિલોનું ડાંગરનું બિયારણ (ધરુ ) 2 પેકેટ ખરીદ્યું હતું. વિશ્વાસ સાથે વાવેતર કર્યા બાદ હાલ ડાંગર પાક તૈયાર થતા ખેતરમાં બે અલગ-અલગ પ્રકારની ડાંગર જોવા મળી રહી છે. એક પ્રકારની ડાંગરની ઉંચાઈ અને ડુંડા અલગ છે જ્યારે બીજી પ્રકારની ડાંગર અલગ છે, જેના કારણે સ્પષ્ટ દેખાઈ આવે છે કે કંપની દ્વારા આપવામાં આવેલ બિયારણમાં ભેળસેળ છે.
ખેડૂતે પોતાની મહેનત અને ખર્ચ કરીને ખાતર, પાણી અને મજૂરી પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ ભેળસેળિયા બિયારણના કારણે પાકની ગુણવત્તા બગડી છે અને ઉત્પાદનમાં મોટું નુકસાન થવાની ભીતિ છે. ખેતરમાં અડધો પાક વહેલો પાકી ગયો છે અને અડધો હજુ કાચો છે, જેથી કાપણીમાં પણ મુશ્કેલી ઉભી થઈ છે.
આ બાબતે તંત્ર અને કંપનીને રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય જવાબ મળતો નથી.
તેથી અમારી માંગ છે કે,
1. તાત્કાલિક ખેતીવાડી અધિકારી દ્વારા ખેતરનું પંચરોજકામ કરી નુકસાનીનો અંદાજ કાઢવામાં આવે.
2. અંબિકા કૃષિ સેન્ટર, હલધરવાસ અને દાંતીવાડા સીડ્સ ગુજરાત કંપની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતને વળતર ચૂકવવામાં આવે.
3. તાલુકામાં અન્ય ખેડૂતોને પણ આવું ભેળસેળ વાળું બિયારણ તો નથી અપાયું ને તેની તપાસ કરવામાં આવે.
જો આ બાબતે યોગ્ય ન્યાય નહિ મળે તો ખેડૂતો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.