अपराध
અરવલ્લીના પાલા ગામમાં લગ્નના ઘરે તસ્કરોએ કરી 10 લાખથી વધુની ચોરી, યુવક પર જીવલેણ હુમલો
અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના પાલા ગામમાં એક જ રાતમાં પાંચ સ્થળોએ ચોરીની ઘટનાઓ બની છે. તસ્કરોએ લગ્નના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 10 લાખથી વધુની ચોરી કરી, જ્યારે પકડવાના પ્રયાસમાં એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચાડી છે.
અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના પાલા ગામમાં એક જ રાતમાં પાંચ અલગ-અલગ સ્થળોએ ચોરીની ઘટનાઓ બનવાથી પંથકમાં ફફડાટ ફેલાયો છે. આ ઘટનામાં લગ્નના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જ્યાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ પૈસા અને બાઇક સહિત કુલ 10 લાખ રૂપિયાથી વધુની ચોરી કરવામાં આવી છે.
ચોરી કરીને ભાગતા ચાર તસ્કરોને એક યુવકે પકડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તસ્કરોએ યુવક પર જીવલેણ હુમલો કરીને તેને લોહીલુહાણ કરી દીધું હતું. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે અને લોકોમાં અશાંતિ ફેલાઈ છે.
આ ઘટના બાદ શામળાજી પોલીસના ઢીલા વલણ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તસ્કરો દ્વારા કરવામાં આવેલી આ ક્રૂરતા અને પોલીસના કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હાલમાં પંથકમાં લોકો ભયના માહોલમાં જીવન જીવવા મજબૂર છે અને પોલીસની તપાસ પર નજર રાખી રહ્યા છે.