🔥 TRENDING उत्तर प्रदेश के आउटसोर्सिंग कर्मचारियो... उत्तर प्रदेश के आउटसोर्सिंग कर्मचारियो... फारबिसगंज में शेरा नगर नहर पर छठ पूजा... ಗಾಣದಾಳ: ಎಸ್‌ಸಿ ಕಾಲೋನಿಯಲ್ಲಿ ರಸ್ತೆ ಮೇಲೆ... नरपतगंज में सेवानिवृत्त शिक्षक स्व. नव... यह खबर मनोहर सिंह भाटी ने बताया
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના વરાછામાં ગણેશોત્સવ: મહિલાઓને આત્મનિર્ભરતા આપવા 10‑દિવસીય શોપિંગ ફેસ્ટિવલ
Local

સુરતના વરાછામાં ગણેશોત્સવ: મહિલાઓને આત્મનિર્ભરતા આપવા 10‑દિવસીય શોપિંગ ફેસ્ટિવલ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 17 Sep 2026, 09:36 AM 👁 61
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુદામા ચેરીટેબલ ટ્રસ્ટે સુરતના વરાછામાં ગણેશોત્સવ દરમિયાન મહિલાઓ માટે 10‑દિવસીય શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કર્યું, જેમાં 130 સ્ટોલ અને દૈનિક 20‑25 હજાર દર્શકોનો ફૂટફોલ મળ્યો.

સુરતના વરાછામાં ગણેશોત્સવ દરમિયાન સુદામા ચેરીટેબલ ટ્રસ્ટે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે 10 દિવસીય ‘શોપિંગ ફેસ્ટિવલ’નું આયોજન કર્યું, જેમાં ટ્રસ્ટે સમગ્ર ઉત્સવ દરમિયાન કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા પાસેથી એક પણ રૂપિયાનો ફાળો કે ચંદો લીધો નથી.

આ ફેસ્ટિવલમાં મહિલાઓને ‘નહીં નફો, નહીં નુકસાન’ના ધોરણે ટોકન રેટમાં સ્ટોલ ફાળવવામાં આવ્યા, જે ઘરમાં બેઠા નાના ગૃહઉદ્યોગ ચલાવતી મહિલાઓ અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ બનાવતા સાહસિકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું.

સ્ટોલ મેળવવા માટે અંદાજીત 700 લોકોએ અરજી કરી હતી, પરંતુ જગ્યાની મર્યાદાને કારણે માત્ર 130 લોકોને જ સ્ટોલ આપવામાં આવ્યા. આ પંડાલમાં દૈનિક 20 થી 25 હજાર દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે, જેના કારણે સ્ટોલ ધારક મહિલાઓને વચેટીયા વગર સીધા ગ્રાહકો મળી રહ્યા છે અને સારું વેચાણ થઈ રહ્યું છે.

ગણપતિ ઉત્સવ દરમિયાન શુટિંગ ગેમમાં પ્રોત્સાહન આપવા માટે ગુરુવારે શુટિંગ એકેડમિ શરૂ કરવામાં આવશે, જેમાં લોકો વિના મૂલ્યે આવી શકશે, જે વધુ લોકોનું ધ્યાન આકર્ષશે.
📲Get App