🔥 TRENDING श्रीगंगानगर के सीमावर्ती गांवों में 35... Fans Praise Intensity of Pakistan-Indi... 32 દેશોના નિરીક્ષકોએ ગુજરાતની મુલાકાત... अलीगंज हनुमान मंदिर में महाप्रसाद वितर... Kumkum Mohod Sets Sights on Olympic Ar... Ekta Kapoor’s Early 2000s Dramas Redef...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં 10 સપ્ટેમ્બર, 2026એ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની ગુજરાત સ્તરની બેઠક યોજાશે
Local

સુરતમાં 10 સપ્ટેમ્બર, 2026એ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની ગુજરાત સ્તરની બેઠક યોજાશે

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 08 Sep 2026, 09:28 PM 👁 44
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ એક દિવસીય બેઠકમાં રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓના મેયરો શહેરી વિકાસ, ડિજિટલ ગવર્નન્સ અને નગરપાલિકા વહીવટ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે.

સુરત શહેરમાં 10 સપ્ટેમ્બર, 2026ના રોજ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સ (OICM)ની ગુજરાત પ્રદેશ સ્તરની એક દિવસીય મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠક સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત છે અને સુરતના અદ્યતન ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ખાતે થશે.

બેઠકમાં શહેરી વિકાસ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું સંચાલન, નાગરિક સુવિધાઓ અને નગરપાલિકા વહીવટને વધુ સુદૃઢ બનાવવા જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. સાથે જ ડિજિટલ ગવર્નન્સ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ અને મહાનગરપાલિકાઓ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી અંગે માહિતી અને અનુભવોનું આદાન-પ્રદાન પણ કરવામાં આવશે.

મેયર માયાબેન માવાનીની સૂચનાથી તૈયારીઓ શરૂ થઈ છે. તેમણે મ્યુનિસિપલ કમિશનરને સત્તાવાર નોંધ પાઠવી, બેઠક માટે જરૂરી વહીવટી અને અનુસંગિક વ્યવસ્થાઓ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે. સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોના રોકાણ, પરિવહન અને ભોજનની વ્યવસ્થા માટે વિગતવાર યોજના તૈયાર કરવામાં આવી રહી છે.

મેયરોના સુરત આગમન માટે સર્કિટ હાઉસમાં રોકાણ અને ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ મહાનુભાવોના રોકાણ માટે સુરત સર્કિટ હાઉસમાં વ્યવસ્થા કરવામાં આવશે અને તેમને વિશેષ ભોજનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સ્થાનિક પરિવહન અને પ્રોટોકોલની સુવ્યવસ્થા માટે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ મેયરો તથા તેમના કાર્યાલયો સાથે સંપર્ક અને સંકલનની કામગીરી શરૂ કરી છે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહી છે, જેથી બેઠક સફળતાપૂર્વક સંપન્ન થાય.
📲Get App