🔥 TRENDING Karthi’s ‘Sardar 2’ Trailer Unveiled,... Karnataka Chain Snatcher Found Dead Af... BDA opens applications for Karanth Lay... Congress scores big win in Karnataka,... Independent Candidate Dies in Kishanga... Supreme Court collegium transfers Just...
01 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
1 સપ્ટેમ્બરથી અનેક નિયમોમાં ફેરફાર: LPG e-KYC, કાર-ટેક્સી ભાડા સહિત ખિસ્સા પર પડશે અસર
Local

1 સપ્ટેમ્બરથી અનેક નિયમોમાં ફેરફાર: LPG e-KYC, કાર-ટેક્સી ભાડા સહિત ખિસ્સા પર પડશે અસર

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 01 Sep 2026, 01:54 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

1 સપ્ટેમ્બરથી સામાન્ય માણસાના જીવન સાથે જોડાયેલા અનેક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. LPG સિલિન્ડરની e-KYC થી લઈને કાર અને ટેક્સીના ભાડા સુધીના અનેક નિયમો બદલાશે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.

Immigration Rules India: સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે સામાન્ય લોકોના રોજિંદા જીવન અને ખર્ચ સાથે જોડાયેલા અનેક મહત્વના ફેરફારો સામે આવ્યા છે. LPG કનેક્શન માટે e-KYC, ટાટા મોટર્સની કારના ભાવ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ઇમિગ્રેશન પ્રક્રિયા, મુંબઈમાં દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત કેટલાક નિયમોમાં ફેરફાર થયો છે. જોકે ETF સંબંધિત નવા નિયમો અંગે પણ મહત્વનો અપડેટ આવ્યો છે.
LPG કનેક્શન માટે e-KYC કરાવવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ, 2026 હતી. જે ગ્રાહકોએ સમયમર્યાદામાં e-KYC પૂર્ણ કર્યું નથી, તેમને હવે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

જો તમે સપ્ટેમ્બરમાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા બજેટમાં વધારો થઈ શકે છે. Tata Motors દ્વારા કારના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

કંપનીના કેટલાક મોડલના ભાવમાં ₹25,000 સુધીનો વધારો થઈ શકે છે. આ ભાવવધારો પેટ્રોલ, ડીઝલ તેમજ ઇલેક્ટ્રિક કારને અસર કરી શકે છે. નવી કાર ખરીદતા પહેલાં કંપનીની અપડેટેડ પ્રાઇસ લિસ્ટ તપાસવી ફાયદાકારક રહેશે
સપ્ટેમ્બરની શરૂઆતમાં મુંબઈવાસીઓના દૂધના ખર્ચમાં પણ વધારો થયો છે. મુંબઈ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન દ્વારા જથ્થાબંધ દૂધના ભાવમાં પ્રતિ લિટર આશરે ₹9નો વધારો કરવામાં આવ્યો છે.

હાલ આ વધારો જથ્થાબંધ સ્તરે થયો છે, પરંતુ તેની અસર આગામી સમયમાં છૂટક દૂધના ભાવ પર પણ જોવા મળી શકે છે.LPG e-KYC, નવી કારના ભાવ, આંતરરાષ્ટ્રીય મુસાફરીની પ્રક્રિયા, દૂધ તથા મુંબઈના ઓટો-ટેક્સીના ભાડા અને ITR જેવી બાબતો સપ્ટેમ્બરની શરૂઆતમાં મહત્વની બની છે. બીજી તરફ ETF રોકાણકારોએ 1 સપ્ટેમ્બરના બદલે 7 સપ્ટેમ્બરની નવી તારીખ ધ્યાનમાં રાખવી પડશે.
📲Get App