🔥 TRENDING Jahnvi Kapoor’s ‘Chuttamale’ Deepfake... India's Top Archers Gear Up for Archer... Asian Premier League to Return with As... Archery Premier League Returns, Showca... Kriti Sanon says her choli made prime‑... Mira Rajput joins Kareena Kapoor on "W...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વીરમગામની પે સેન્ટર કુમાર શાળા નં.-1માં શ્રાવણ માસના પાવન સમાપન નિમિત્તે મહાપ્રસાદનું આયોજન

વીરમગામની પે સેન્ટર કુમાર શાળા નં.-1માં શ્રાવણ માસના પાવન સમાપન નિમિત્તે મહાપ્રસાદનું આયોજન

✍️ Reporter: Gilani Asikali 🗓 12 Sep 2026, 07:18 PM 👁 163
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લાની વીરમગામની પે સેન્ટર કુમાર શાળા નં.-1 ખાતે શ્રાવણ માસના પાવન સમાપન નિમિત્તે ભાવપૂર્વકમહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં અન્નદાનને મહાદાન માનવામાં આવે છે ત્યારે બાળકોને પ્રેમપૂર્વક ભોજન કરાવવું એ નિઃસ્વાર્થ સેવા અને માનવતાનું સુંદર ઉદાહરણ છે.આ પવિત્ર ભાવનાને સાર્થક કરતાં શ્રી કલ્પેશભાઈ હિંમતસિંહ પરમાર સાહેબ ભામાશા દ્વારા શાળાના તમામ બાળકો માટે શ્રાવણ માસના સમાપન નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.બાળકો માટે લાડવા, ખમણ, શાક-પૂરી, દાળ-ભાત, પાપડ સહિતનું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવ્યું હતું. પ્રેમ અને લાગણીથી પીરસવામાં આવેલા મહાપ્રસાદનો બાળકોએ આનંદપૂર્વક આસ્વાદ માણ્યો હતો, જેના કારણે સમગ્ર શાળામાં ખુશી અને ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું હતું.શ્રી કલ્પેશભાઈ પરમાર સાહેબ દ્વારા શાળાના વિકાસના ઉમદા હેતુસર અગાઉ પણ અનેક વખત શાળાને દાન તથા વિવિધ પ્રકારનો સહયોગ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમના દ્વારા અગાઉ પણ શાળાના બાળકો માટે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ અને સેવાકાર્ય પ્રત્યેની તેમની સતત પ્રતિબદ્ધતા પ્રશંસનીય અને અન્ય માટે પ્રેરણાદાયી બની રહી છે.આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી દીપકભાઈ પરમાર, સ્ટાફ પરિવાર, SMC સભ્યો તથા તમામ ભૂલકાઓ દ્વારા શ્રી કલ્પેશભાઈ હિંમતસિંહ પરમાર સાહેબનો હૃદયપૂર્વક આભાર અને અભિનંદન વ્યક્ત કરવામાં આવ્યા હતા.
અન્નદાન એ માત્ર ભોજન નથી એ ભૂખ્યા હૈયાને મળેલો પ્રેમ અને આશીર્વાદ છે.
રિપોર્ટર:
આસીક અલી ગીલાણી
વીરમગામ
📲Get App