Viral & Trending
શું 1 જાન્યુઆરી 2027થી તમારી ચેકબુક બેકાર થઈ જશે? વાયરલ મેસેજ પર RBIએ આપ્યો જવાબ
જો તમે બૅંકના વ્યવહારો માટે ચેકબુકનો ઉપયોગ કરો છો, તો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા એક મેસેજે તમને પણ ચિંતામાં મૂક્યા હશે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, 31 ડિસેમ્બર 2026 પછી હાલની ચેકબુક બંધ થઈ જશે અને 1 જાન્યુઆરી 2027થી નવા સુરક્ષા ફીચર્સ વાળી ચેકબુક વાપરવી પડશે. જોકે, RBIએ આ દાવાનું ફેક્ટ ચેક કરીને તેને સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક ગણાવ્યો છે. હાલની ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS) ચેકબુકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવી રહ્યો નથી.સોશિયલ મીડિયા પર શું દાવો થઈ રહ્યો છે?
સોશિયલ મીડિયા પર ફરતા મેસેજમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે બૅંકોમાં વપરાતી હાલની સ્ટાન્ડર્ડ CTS ચેકબુક 31 ડિસેમ્બર 2026થી બદલી નાખવામાં આવશે. ત્યારબાદ 1 જાન્યુઆરી 2027થી વધુ સારા સુરક્ષા ફીચર્સ અને નવા માપદંડો સાથેની નવી ચેકબુક લાગુ થશે. આ દાવાના કારણે ગ્રાહકોમાં મૂંઝવણ ઊભી થઈ હતી કે શું વર્ષ પૂરું થાય તે પહેલાં જૂની ચેકબુક બદલાવવી પડશે અને શું 2027થી જૂના ચેક દ્વારા ચૂકવણી બંધ થઈ જશેચેકબુક અંગે રિઝર્વ બૅંકની સ્પષ્ટતા
ભારતીય રિઝર્વ બૅંકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સત્તાવાર નિવેદન જાહેર કરીને આ વાયરલ મેસેજને રદિયો આપ્યો છે. RBIએ જણાવ્યું છે કે 31 ડિસેમ્બર 2026થી હાલની CTS ચેકબુક બદલવા અને 1 જાન્યુઆરી 2027થી નવી ચેકબુક લાગુ કરવા અંગેનો જે મેસેજ ફરતો થયો છે તે હકીકતથી તદ્દન વિપરીત છે. કેન્દ્રીય બૅંક હાલમાં CTS ચેકબુકને લઈને આવું કોઈ પગલું ભરી રહી નથી, તેથી આ સંદેશ લોકોને ગેરમાર્ગે દોરનારો છે.
શું તમારે હાલની ચેકબુક બદલાવવી પડશે?
RBIની સ્પષ્ટતા મુજબ, ગ્રાહકોએ ગભરાવાની કે ઉતાવળમાં ચેકબુક બદલાવવા માટે બૅંકના ધક્કા ખાવાની કોઈ જરૂર નથી. કેન્દ્રીય બૅંકે ન તો જૂની CTS ચેકબુક બંધ કરવાની કોઈ તારીખ જાહેર કરી છે કે ન તો 1 જાન્યુઆરી 2027થી નવી ચેકબુક લાવવાનો કોઈ નિર્ણય લીધો છે. ભવિષ્યમાં જો કોઈ નિયમ બદલાશે, તો તેની જાણ RBI અને બૅંકોની સત્તાવાર સૂચના દ્વારા કરવામાં આવશે.બૅંકિંગ સંબંધિત ફેક મેસેજથી સાવધાન રહો
RBIએ નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ ચેકબુક કે બૅંકિંગના અન્ય નિયમોની માહિતી માટે માત્ર રિઝર્વ બૅંકની સત્તાવાર જાહેરાતો પર જ વિશ્વાસ રાખે. સોશિયલ મીડિયા કે વોટ્સએપ પર આવતા આવા મેસેજની ખરાઈ કર્યા વગર તેને આગળ ફોરવર્ડ ન કરવા જોઈએ. કોઈ પણ નવા નિયમ કે ડેડલાઈનની માહિતી મળે ત્યારે RBIની વેબસાઇટ અથવા તમારી બૅંકના સત્તાવાર માધ્યમથી તેની ખાતરી અવશ્ય કરી લેવી.