ભુજમાં વોર્ડ નંબર 1માં પુલિયો બન્યો જીવલેણ, સાઇકલ સવાર બાળક ખુલા પુલિયા માં પડ્યો ભુજના ભારત નગર પાસે આવેલો પુલિયો ફરી એકવાર જોખમી સાબિત થયો છે
ભુજમાં વોર્ડ નંબર 1માં પુલિયો બન્યો જીવલેણ, સાઇકલ સવાર બાળક ખુલા પુલિયા માં પડ્યો ભુજના ભારત નગર પાસે આવેલો પુલિયો ફરી એકવાર જોખમી સાબિત થયો છે. વારંવાર રજૂઆત કરવા છતાં ભુજ નગરપાલિકા તંત્રએ કોઈ પગલાં લીધા નથી, જેના કારણે લોકોના જીવ સાથે ખિલવાડ થઈ રહ્યો છે. આજે સાઈકલ પર જઈ રહેલો એક માસૂમ બાળક પુલિયા પાસે ગટરના ભરેલા પાણીમાં પડી ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક બાળકને બહાર કાઢી હતી નાની ઇજા થયી હતી આ ઘટનાથી વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે. લોકોનું કહેવું છે કે પુલિયા પર રેલિંગ નથી, ખાડા છે અને ગટર ખુલ્લી છે. રહીશોએ તાત્કાલિક સમારકામ અને સુરક્ષાની માંગ કરી છે તંત્ર હવે ક્યારે જાગશે તે મોટો સવાલ છે