Crime
અમદાવાદ: બેફામ કાર ચાલકે મોપેડને 1 કિલોમીટર સુધી ઘસડ્યું, ચાલકનો ચમત્કારિક બચાવ
Watch on:
📘 Facebook
અમદાવાદના ડ્રાઈવ ઈન રોડ પર હિમાલયા મોલ પાસે મોડી રાત્રે એક કાર ચાલકે બેફામ રીતે મોપેડને ટક્કર મારી હતી અને તેને અંદાજે 1 કિલોમીટર સુધી રસ્તા પર ઘસડી ગયો હતો. સદનસીબે મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો હતો.
અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ડ્રાઈવ ઈન રોડ પર હિમાલયા મોલ પાસે બેફામ કાર ડ્રાઈવિંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક કાર ચાલકે અચાનક મોપેડને જોરદાર ટક્કર મારી હતી.
આ ટક્કર એટલી ભયાનક હતી કે કાર ચાલકે મોપેડને અંદાજે 1 કિલોમીટર સુધી રસ્તા પર ઘસડ્યું હતું. આ દરમિયાન, રસ્તા પર ઘર્ષણને કારણે તણખા ઊડતા જોવા મળ્યા હતા, જેણે ભયાનક દ્રશ્ય સર્જ્યું હતું.
સદનસીબે, આ દુર્ઘટનામાં મોપેડ ચાલકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. જોકે, ટક્કર અને ઘસડાવાને કારણે મોપેડનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકોએ કાર ચાલક નશાની હાલતમાં હોવાનો આરોપ લગાવ્યો છે.