🔥 TRENDING ఆదిలాబాద్: జీఓ 60 ప్రకారం వేతనాలు అంది... शिवपुरी जिले के लखनगांव में विधिक जागर... रूपनगर बाईपास की खस्ताहाल सड़क पर प्रश... 5 ఎకరాల్లో మక్క పంట ధ్వంసం.. రూ.లక్ష న... Big Boss Kannada 13: Contestants' Mist... ਰੂਪਨਗਰ ਵਿੱਚ 108 ਐਂਬੂਲੈਂਸ ਸੇਵਾ ਨੇ ਇੱਕ ਸ...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિષય : રાજુલા શાળા નંબર 1 ખાતે સેવા સેતુ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન.

✍️ Reporter: Anil Vaghela 🗓 01 Oct 2026, 04:36 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સ્થળ : રાજુલા શહેર, શાળા નંબર 1
તારીખ 01/10/2026

વિષય : રાજુલા શાળા નંબર 1 ખાતે સેવા સેતુ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન.

રાજુલા શહેરની શાળા નંબર 1 ખાતે આજરોજ સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજુલા શહેરના લોકલાડીલા *શ્રી હીરાભાઈ સોલંકી* ઉપસ્થિત રહ્યા હતા. તેઓશ્રીના વરદ હસ્તે સેવા સેતુનું ઓપનિંગ કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેઓશ્રીની ટીમ, શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની વિગતો

સેવા સેતુ અંતર્ગત નાગરિકોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો, જેમાં મુખ્યત્વે -

1. આધારકાર્ડમાં નામ / અટક સુધારણા
2. ચૂંટણી કાર્ડમાં સુધારા-વધારા અને નવા કાર્ડ
3. જન્મ તારીખનો દાખલો, આવકનો દાખલો વગેરે કામગીરી કરવામાં આવી હતી.

સાથે જ વિવિધ વિભાગો દ્વારા સેવાઓ આપવામાં આવી હતી

- વન વિભાગ શ્રી દિલીપભાઈ રાજગુરુ અને ટીમ દ્વારા વન વિભાગ લક્ષી માહિતી અને માર્ગદર્શન.
- આંગણવાડી વિભાગ આંગણવાડી બહેનો દ્વારા પૌષ્ટિક વાનગીઓની નવી નવી આઈટમોનું પ્રદર્શન.
- આરોગ્ય વિભાગ તાવ, શરદી, ફ્લૂ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગોનું નિદાન અને વૃદ્ધ વડીલોની આરોગ્ય તપાસ.

કાર્યક્રમમાં નાના બાળકો ખેડૂતના વેશમાં તૈયાર થયા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓએ સેવાનો લાભ લીધો હતો.
દેવશીભાઈ બીજલભાઈ બાંભણિયા
📲Get App