🔥 ट्रेंडिंग भारत ने छठी पीढ़ी के लड़ाकू विमान विका... मणिपुर पुलिस ने केवाईकेएल कैडर और गांज... मणिपुर के उपमुख्यमंत्री ने स्थानीय उत्... मणिपुर में हिंसा से 60 से अधिक लोगों क... बठिंडा में युवक ने पत्नी, ससुराल और पु... गंगा के कटाव से बिहार में 1 किमी जमीन...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણના વરાણા ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટમાં રૂ. 1 લાખની કથિત છેતરપિંડી મુદ્દે સામસામે આક્ષેપો: સમી પોલીસ મથકે ગુનો નોંધાયો.

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 28 सित. 2026, 11:35 AM 👁 29
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણના વરાણા ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટમાં રૂ. 1 લાખની કથિત છેતરપિંડી મુદ્દે સામસામે આક્ષેપો: સમી પોલીસ મથકે ગુનો નોંધાયો.

પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલા પ્રસિદ્ધ વરાણા ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટ ખાતે રૂ. ૧ લાખના દાનની રકમમાં છેતરપિંડી અને બોગસ પાવતી બનાવવા અંગેનો કિસ્સો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે ટ્રસ્ટ દ્વારા સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જ્યારે સામે પક્ષે પૂર્વ ટ્રસ્ટી અને પૂજારી પરિવારે વર્તમાન ટ્રસ્ટીઓ સામે ફસાવવાનું કાવતરું રચવાનો આક્ષેપ કર્યો છે.
​૧ લાખના દાનની બોગસ પાવતી બનાવ્યાનો ટ્રસ્ટનો આક્ષેપ

ટ્રસ્ટી ભરત ગગજી નાડોદા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, મુંબઈના દાતા રાહુલ વીરા ચૌહાણે ૧૪ માર્ચ ૨૦૨૫ના રોજ વરાણા મંદિર માટે રૂ. ૧ લાખનું દાન આપ્યું હતું. ત્યારબાદ ૧૩ જુલાઈ ૨૦૨૬ના રોજ રાપરના નરસિંહ ચૌહાણે આ દાનની પાવતી ટ્રસ્ટના પ્રમુખને મોકલી આપતાં મામલો પ્રકાશમાં આવ્યો હતો. ટ્રસ્ટના રજિસ્ટરમાં તપાસ કરતાં આ રકમ જમા થઈ ન હોવાનું માલૂમ પડ્યું હતું.

​તપાસ દરમિયાન સામે આવ્યું કે પાવતી નંબર A 35907 મૂળ ૮ જુલાઈ ૨૦૨૫ના રોજ સંગીતાબેન હિતેશભાઈને રૂ. ૫૦૦ના દાન બદલ આપવામાં આવી હતી. આ જ પાવતીમાં છેડછાડ કરી રૂ. ૧ લાખની બોગસ પાવતી બનાવવામાં આવી હતી, જેના પર મંદિરમાં પૂજા કરતા પૂજારી કૂણાલદાન ઉર્ફે કિશોરદાન ગઢવીની સહી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

​પૂજારી પરિવાર અને પૂર્વ ટ્રસ્ટીનો વળતો પ્રહાર: 'ફસાવવાનું કાવતરું'
બીજી તરફ મંદિરના સ્થાપકના વંશજ અને પૂર્વ ટ્રસ્ટી ડો. દિલીપ ચંદીદાન ચારણે વર્તમાન ટ્રસ્ટીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, પૂજારી પરિવારને વારસાગત પદ પરથી દૂર કરવા તેમજ ટ્રસ્ટના ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામે ઉઠેલા અવાજને દબાવવા માટે માર્ચ ૨૦૨૫ની ઘટનાને આધાર બનાવી દોઢ વર્ષ પછી આ ખોટી ફરિયાદ કરાવવામાં આવી છે.
​ડો. ચારણના જણાવ્યા મુજબ, નકલી દસ્તાવેજો અને બોગસ સહીઓ ઊભી કરીને કિશોરદાન ગઢવીને ફસાવવાનો પ્રયાસ કરાયો છે.

આ ઉપરાંત, ટ્રસ્ટના વહીવટ અંગે પાટણ ચેરિટી કમિશનર સમક્ષ તપાસ પણ ચાલી રહી છે. પૂજારી પરિવારે ૧૦ જુલાઈ ૨૦૨૬ના રોજ સામી ફરિયાદ આપવા છતાં સમી પોલીસે તે ન નોંધી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
​હાલ સમી પોલીસે રૂ. ૧ લાખની બોગસ પાવતી અને દાનની રકમની ગેરરીતિ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App