🔥 ट्रेंडिंग उत्तarakhand पीएससी ने 2026 लोअर पीसीए... सेंट्रल एडमिनिस्ट्रेटिव ट्रिब्यूनल के... उत्तarakhand में भूकंप, NCS ने कहा રાજકોટ: પ્રેમલગ્ન કરનાર દલિત યુવાનની સ... मालवाहक विमान दुर्घटनाग्रस्त સુરેન્દ્રનગરમાં દેશી દારૂના જથ્થા સાથે...
26 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કચ્છ માં વ્યાજખોરો પર પોલીસનો સપાટો; ભુજમાંથી વધુ 1 કરોડનો મુદ્દામાલ ઝડપાયો

✍️ रिपोर्टर: Savan Vijay Solanki 🗓 26 सित. 2026, 01:32 PM 👁 15
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કચ્છ માં વ્યાજખોરો પર પોલીસનો સપાટો; ભુજમાંથી વધુ 1 કરોડનો મુદ્દામાલ ઝડપાયો

કચ્છ પંથકમાં ગેરકાયદે નાણાં ધીરધાર કરતા વ્યાજખોરો સામે પોલીસે સપાટો બોલાવ્યો છે. કોઠારા પોલીસે અગાઉ રૂ2.25 કરોડની મિલકતો અને મુદ્દામાલ સાથે ઝડપી પાડેલા આરોપીની પૂછપરછ બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ભુજમાં તેમના સંબંધીના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને વધુ 1 કરોડથી| વધુનો મુદ્દામાલ મળી આવ્યો છે, જેમાં 6.18| લાખની રોકડ રકમ, સોના-ચાંદીના કિંમતી| દાગીના, વાહન વેચાણ કરારના દસ્તાવેજો| તેમજ એક એરગન પણ કબજે કરવામાં આવી છે. આરોપીઓ જરૂરિયાતમંદ લોકોને 10 ટકા જેટલા તોતિંગ વ્યાજે નાણાં ધીરી મિલકતો પડાવી લેતા હોવાનું સામે આવતાં પોલીસે કડક કાનૂની કાર્યવાહી તેજ બનાવી છે.
📲Get App