🔥 TRENDING मालवाहक विमान दुर्घटनाग्रस्त સુરેન્દ્રનગરમાં દેશી દારૂના જથ્થા સાથે... કરજણ નજીક ઢાઢર નદીમાં ધનેશ વિસર્જન વખત... India A crushes Australia A by 162 run... મધુરમ સર્કલે કેનાલમાંથી ૨,૫૫૦થી વધુ ગણ... નાગાલેન્ડમાં ઝેરી દારૂ પીવાથી ૧૯ લોકોન...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કચ્છમાં વ્યાજખોરો પર પોલીસનો સપાટો; ભુજમાંથી વધુ 1 કરોડનો મુદ્દામાલ| ઝડપાયો

✍️ Reporter: Naresh katua 🗓 26 Sep 2026, 02:13 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*કચ્છ માં વ્યાજખોરો પર પોલીસનો સપાટો; ભુજમાંથી વધુ 1 કરોડનો મુદ્દામાલ ઝડપાયો*કચ્છ પંથકમાં ગેરકાયદે નાણાં ધીરધાર કરતા વ્યાજખોરો સામે પોલીસે સપાટો બોલાવ્યો છે. કોઠારા પોલીસે અગાઉ રૂ2.25 કરોડની મિલકતો અને મુદ્દામાલ સાથે ઝડપી પાડેલા આરોપીની પૂછપરછ બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ભુજમાં તેમના સંબંધીના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને વધુ 1 કરોડથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો છે, જેમાં 6.18 લાખની રોકડ રકમ, સોના-ચાંદીના કિંમતી દાગીના, વાહન વેચાણ કરારના દસ્તાવેજો તેમજ એક એરગન પણ કબજે કરવામાં આવી છે. આરોપીઓ જરૂરિયાતમંદ લોકોને 10 ટકા જેટલા તોતિંગ વ્યાજે નાણાં ધીરી મિલકતો પડાવી લેતા હોવાનું સામે આવતાં પોલીસે કડક કાનૂની કાર્યવાહી તેજ બનાવી છે.
📲Get App