🔥 TRENDING Nikhil Kumaraswamy Promises Solutions... Tripura MLA Pinaki Das Choudhury urges... ARPS Agartala students shine at nation... Philanthropy Club inaugurates new buil... BJP MP Ramveer Singh Bhaduri apologise... Rahul Gandhi Declares MPSC Protest a S...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના રિંગરોડ પર વરસાદ પછી 1 કિમીના રસ્તામાં ખાડાઓથી વાહનચાલકોને ભારે હેરાનગતિ
Local

સુરતના રિંગરોડ પર વરસાદ પછી 1 કિમીના રસ્તામાં ખાડાઓથી વાહનચાલકોને ભારે હેરાનગતિ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 15 Sep 2026, 05:28 PM 👁 55
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વરસાદ પછી સુરતના કમેલા દરવાજા થી રેલવે સ્ટેશન સુધીના 1 કિમીના રસ્તામાં 1 થી 5 ફૂટના ખાડાઓ ઊભા, વાહનચાલકોને ગંભીર મુશ્કેલી.

વરસાદ પછી સુરતના રસ્તાઓની હાલત અતિ બિસ્માર બની ગઈ છે. ખાસ કરીને રિંગરોડ પર કમેલા દરવાજાથી રેલવે સ્ટેશન સુધીના 1 કિલોમીટરના રસ્તા પર એટલા ભયંકર ખાડા પડ્યા છે કે વાહનચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.

આ 1 કિમીના રસ્તા પર ડઝનો ખાડાઓ જોતા એવું લાગે છે કે જાણે આપણે પૃથ્વી પર નહીં પરંતુ અન્ય કોઈ ગ્રહ પર આવી ગયા હોઈએ તેવા દ્રશ્યો સર્જાયા છે. 1 ફૂટથી લઈને 5 ફૂટ સુધીના મહાકાય ખાડાઓએ લોકોની કમર તોડી નાખી છે. લોકો રોષપૂર્વક કહી રહ્યા છે કે તેઓ રોડ પરથી નહીં, પરંતુ ખાડાઓમાંથી જ પસાર થઈ રહ્યા છે.

લાખોની અવરજવર છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી! સુરતનો આ વિસ્તાર એશિયાની સૌથી મોટી કાપડ મંડી તરીકે ઓળખાય છે, જ્યાં 100થી વધુ કાપડ માર્કેટ આવેલા છે. આ વિસ્તારમાં દરરોજ લાખોની સંખ્યામાં વેપારીઓ, શ્રમિકો અને ખરીદી કરવા આવતા લોકોની અવરજવર રહે છે. બસ, ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર સહિતના હજારો વાહનો રોજેરોજ અહીંથી પસાર થાય છે.

પરંતુ છેલ્લા 2 દિવસથી પડેલા વરસાદને કારણે આ 1 થી 1.5 કિલોમીટરના માર્ગ પર અસંખ્ય ખાડાઓ પડી ગયા છે. કમેલા દરવાજાથી રેલવે સ્ટેશન જવાના રસ્તા પર તમે ખાડા ગણતા થાકી જાવ, પણ ખાડા પૂરા ન થાય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.
📲Get App