🔥 ट्रेंडिंग मणिपुर में फाक्शनल झड़प में दो मृत, छह... मेघालय के मुख्यमंत्री ने रिंजाह की यात... जीडीसी की छात्राओं ने रक्षाबंधन 2026 क... सीबीसी आगरा ने बेमिरा हाई स्कूल, बामुत... शिवराजकुमार ने दिखाया अपना सबसे डरावना... सीएम सुखु ने दादासिबा में नया एसडीएम क...
30 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કુમાર શાળા નં.1 રાજુલાનાં વિદ્યાર્થીઓની પોલીસ સ્ટેશન રાજુલાની શૈક્ષણિક મુલાકાત

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 29 अग. 2026, 11:08 PM 👁 4
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કુમાર શાળા નં.1 રાજુલાનાં વિદ્યાર્થીઓની પોલીસ સ્ટેશન રાજુલાની શૈક્ષણિક મુલાકાત

રાજુલા : આજ રોજ તા. 29/08/2026 ને શનિવારે શ્રી કુમારશાળા નં. 1, રાજુલાના ધોરણ 6 થી 8 ના તમામ વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક હેતુસર રાજુલા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પોલીસ તંત્રની કામગીરી, કાયદો અને વ્યવસ્થા તથા નાગરિકોની સુરક્ષામાં પોલીસની ભૂમિકા વિશે માહિતી આપવાનો હતો.

પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીશ્રીએ વિદ્યાર્થીઓને પોલીસની વિવિધ કામગીરી વિશે સમજણ આપી. પોલીસ દ્વારા ગુનાઓની તપાસ, ફરિયાદ નોંધવાની પ્રક્રિયા, કાયદો અને વ્યવસ્થા જાળવવી, ટ્રાફિક નિયમોનું પાલન કરાવવું તેમજ નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા જેવી કામગીરી કરવામાં આવે છે તે સમજાવવામાં આવ્યું.

વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની પ્રક્રિયા, પોલીસની ફરજો અને જવાબદારીઓ વિશે માહિતી આપવામાં આવી. વિદ્યાર્થીઓએ પોલીસ અધિકારીશ્રીને વિવિધ પ્રશ્નો પૂછ્યા અને અધિકારીશ્રીએ સરળ ભાષામાં તેમના જવાબો આપ્યા. પોલીસ કર્મચારીઓ દ્વારા હથિયારો વિશે સુંદર માહિતી અને નિદર્શન પણ કરવામાં આવ્યું.વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન, હેલ્મેટ પહેરવું, સીટબેલ્ટનો ઉપયોગ કરવો, સાયબર ગુનાઓથી સાવચેત રહેવું અને કોઈપણ મુશ્કેલીમાં પોલીસની મદદ લેવી જેવી બાબતો અંગે પણ માર્ગદર્શન મળ્યું.

આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓને પોલીસ તંત્રની કામગીરીનું પ્રત્યક્ષ જ્ઞાન મળ્યું. પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો તેમજ કાયદાનું પાલન કરવું અને જવાબદાર નાગરિક બનવું જોઈએ તેવી સમજણ પ્રાપ્ત થઈ.આ શૈક્ષણિક મુલાકાતને સફળ બનાવવા માટે પી.આઈ. કોલાદરા સાહેબ, પોલીસ કર્મચારીઓ અને આચાર્યશ્રી હિરલબેન ઠાકર તેમજ શાળાના શિક્ષકો દ્વારા બાળકોને માર્ગદર્શિત કરવામાં આવેલ.

આ રીતે રાજુલા પોલીસ સ્ટેશનની મુલાકાત વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જ્ઞાનવર્ધક, ઉપયોગી અને યાદગાર રહી હતી.
📲Get App