🔥 TRENDING Himachal Student Sarvesh Sharma Builds... World Record Set in Maharashtra for Sa... आईपीएल ऑनलाइन सट्टा केस में फरार आरोपी... CD Projekt Red Confirms Map Size for U... Veteran Kannada Actress Lalithamma Die... Prime Video Launches 'Carrie' Series,...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તારીખ 07/08/2026 ના રોજ રાત્રે અંદાજે 11:30 કલાકે રતનપુર બોર્ડર નજીક નેશનલ હાઈવે ઉપર GST વિભાગના વાહન નંબર GJ01GA3166 દ્વારા એક ટ્રકને સાઇડમ
Local

તારીખ 07/08/2026 ના રોજ રાત્રે અંદાજે 11:30 કલાકે રતનપુર બોર્ડર નજીક નેશનલ હાઈવે ઉપર GST વિભાગના વાહન નંબર GJ01GA3166 દ્વારા એક ટ્રકને સાઇડમ

✍️ Reporter: Angari Yogesh kumar 🗓 08 Aug 2026, 07:58 AM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આ દરમિયાન ઘટના શંકાસ્પદ જણાતા આશુતોષ રાઠોડ દ્વારા સ્થળ પર લાઇવ વિડિયો શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાં હાજર ચારેય વ્યક્તિઓ પોતાની ઓળખ આપ્યા વગર સ્થળ પરથી નીકળી ગયા હોવાનું રજૂ

તારીખ 07/08/2026 ના રોજ રાત્રે અંદાજે 11:30 કલાકે રતનપુર બોર્ડર નજીક નેશનલ હાઈવે ઉપર GST વિભાગના વાહન નંબર GJ01GA3166 દ્વારા એક ટ્રકને સાઇડમાં ઉભો રાખવામાં આવ્યો હતો, જ્યાં ચાર વ્યક્તિઓ ટ્રક ચાલક સાથે બોલાચાલી કરતા જોવા મળ્યા હતા.

આ દરમિયાન ઘટના શંકાસ્પદ જણાતા આશુતોષ રાઠોડ દ્વારા સ્થળ પર લાઇવ વિડિયો શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાં હાજર ચારેય વ્યક્તિઓ પોતાની ઓળખ આપ્યા વગર સ્થળ પરથી નીકળી ગયા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. ત્યારબાદ ટ્રક ચાલક સાથે વાતચીત દરમિયાન તેણે કથિત રીતે રૂ. 5,000ની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને રજૂઆતમાં તારીખ 07/08/2026ના રોજ વાહન નંબર GJ01GA3166માં ફરજ પર રહેલા ચારેય વ્યક્તિઓની ઓળખ, ડ્યુટી ઓર્ડર, રૂટ ચાર્ટ, ચેકિંગની સત્તા, સંબંધિત દસ્તાવેજો તેમજ નેશનલ હાઈવે ઉપર કરવામાં આવેલી કાર્યવાહી કાયદેસર હતી કે નહીં તેની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
📲Get App