🔥 TRENDING बदमाशों ने किया रेस्टोरेंट में तोड़फोड... चकिया रेलवे स्टेशन के पास लड़की पर बुर... भोर तालुक्यात कार्तिक शुक्ल नवमीला आवळ... Travel and Leisure Asia Reveals 'Guard... Danish Pandor Highlights Goa’s Charm f... Telangana Releases 2027 Inter Exam Tim...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમરેલી-સાવરકુંડલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ST બસ અને કાર વચ્ચે ટક્કર, 3ના મોત અને 3 ગંભીર ઘાયલ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 20 Nov 2026, 11:47 AM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લામાં શેત્રુંજી પુલ પાસે ST બસ અને કાર વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી, જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યું છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

અમરેલી, તા. 20 નવેમ્બર 2026: અમરેલી જિલ્લામાં આજે સવારે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર શેત્રુંજી નદીના પુલ પાસે, ગોખરવાળા નજીક ST બસ અને કાર વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ST બસ રસ્તા પરથી નીચે ખાડામાં ઉતરી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગામોના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને થોડી જ વારમાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જેમાં ST બસના ચાલકનો પણ સમાવેશ થાય છે. જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. અકસ્માત કયા કારણોસર થયો તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

એક જ અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
📲Get App