🔥 TRENDING समाजवादी पार्टी ने अबरार हुसैन को मथुर... समाजवादी पार्टी ने संजय सिंह लाठर को म... મહેસાણા SOGએ ખેરાલુમાં 0.878 કિ.ગ્રા ગ... રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ વિજયનગરન... JMM Sets Conditions for Backing Delimi... JMM's Possible Backing of Delimitation...
30 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ વિજયનગરના પાલમાં વીરાંજલી વન અને શહીદ વનની મુલાકાત લીધી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 30 Nov 2026, 12:21 AM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં પાલ ખાતે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ વીરાંજલી વન અને શહીદ વનમાં આદિવાસી મહાનાયક મોતીલાલ તેજાવતની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી..

સાબરકાંઠાના-:
વિજયનગર તાલુકા પાલ ખાતે કાયદા અને ન્યાય તેમજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ વીરાંજલી વન અને શહીદ વનની મુલાકાત લીધી.મુલાકાત દરમિયાન તેમણે આદિવાસી સમાજના મહાનાયક અને સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ તેજાવતની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી.મોતીલાલ તેજાવતનું યોગદાન આદિવાસી હકો,સ્વાભિમાન અને શોષણમુક્તિ માટેના સંઘર્ષમાં મહત્વપૂર્ણ છે..

મંત્રી દ્વારા તેના જીવનમાંથી પ્રેરણા લેવાનો સંદેશ આપ્યો.મુલાકાતમાં વીરાંજલી વન અને શહીદ વનના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ વિશે વિગતવાર જાણકારી મેળવી, તેમજ ક્ષેત્રમાં વિકાસની જરૂરિયાતો પર ચર્ચા કરી.આ પ્રસંગે પૂર્વ સાંસદ રમીલાબેન બારા,પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ,યુવાન નેતા યુવરાજસિંહ ઝાલા, કનુભાઈ પટેલ,પ્રાયોજક વહીવટદાર વિશાલ સક્સેના અને પ્રાંત અધિકારી સહિત અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
📲Get App