🔥 TRENDING शहीद सोबरन सोरेन के 69वें शहादत दिवस प... Seven-Day Anti-Vehicle Theft Drive Lau... BJP leader Brijesh Dubey's anticipator... SDM Babu in Sanwer Caught Demanding Rs... उरई भाजपा जिला कार्यालय में मतदाता जोड... RBI Releases Consolidated Guidelines f...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મંડળ રેલવે મેનેજર શ્રી દિનેશ વર્માએ ભાવનગર ધોલા મહુવા રેલખંડનું કર્યું વિસ્તૃત સંરક્ષા નિરીક્ષણ

✍️ Reporter: Anil Vaghela 🗓 27 Nov 2026, 07:57 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મંડળ રેલવે મેનેજર શ્રી દિનેશ વર્માએ ભાવનગર ધોલા મહુવા રેલખંડનું કર્યું વિસ્તૃત સંરક્ષા નિરીક્ષણ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે સંચાલનની સુરક્ષા, મુસાફર સુવિધાઓ અને રેલવે સેવાઓની ગુણવત્તાને વધુ બહેતર બનાવવાના ઉદ્દેશ્યથી મંડળ રેલવે મેનેજર, ભાવનગર શ્રી દિનેશ વર્માએ 25 નવેમ્બર, 2026ના રોજ સંબંધિત અધિકારીઓ સાથે ભાવનગર ધોલા મહુવા રેલખંડનું વિસ્તૃત સંરક્ષા નિરીક્ષણ કર્યું હતું.
નિરીક્ષણ દરમિયાન મંડળ રેલવે મેનેજરે રેલખંડના વિવિધ સ્ટેશનો પર રેલવે દ્વારા હાથ ધરવામાં આવી રહેલાં વિકાસ અને સુધારણાનાં કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી કાર્યોની વર્તમાન સ્થિતિ અને નિર્ધારિત લક્ષ્યાંકો અંગે માહિતી મેળવી હતી તેમજ વિવિધ કાર્યોની સમીક્ષા કરી હતી.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, ભાવનગર શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે નિરીક્ષણ દરમિયાન વિવિધ સ્ટેશનો પર ઉપલબ્ધ મુસાફર સુવિધાઓ, સ્ટેશન પરિસરની સ્વચ્છતા, માળખાકીય સુવિધાઓ, રેલવે સંચાલન સંબંધિત વ્યવસ્થાઓ તથા મુસાફરોને પૂરી પાડવામાં આવતી સુવિધાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
મંડળ રેલવે મેનેજર શ્રી વર્માએ સંબંધિત અધિકારીઓને વિકાસનાં કાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં ગુણવત્તા સાથે પૂર્ણ કરવા, મુસાફર સુવિધાઓમાં સતત સુધારો કરવા તથા રેલવે સંચાલન અને સુરક્ષા સંબંધિત તમામ વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવાના નિર્દેશો આપ્યા હતા.
આ નિરીક્ષણ ભાવનગર મંડળમાં રેલવે સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને માળખાકીય સુવિધાઓના વિકાસ, મુસાફર સુવિધાઓના વિસ્તરણ તથા સુરક્ષિત, સુગમ અને ગુણવત્તાયુક્ત રેલવે સેવાઓ સુનિશ્ચિત કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ રહ્યું હતું.
આ પ્રસંગે મંડળના વિવિધ વિભાગોના શાખા અધિકારીઓ તથા સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App