🔥 TRENDING Six Kerala districts under yellow aler... 📰 જન્મદિવસની શુભેચ્છાઓ બદલ હરેશ મહેશ્... JioStar Launches Promo with Tilak Varm... आई जी एम एस में युवाओ ने लिया नशे से द... ગાંધીધામમાં ટ્રેલરમાંથી ૬.૮૮ લાખનું હે... અમરેલી પોલીસએ 5 મહિનાથી ફરાર રહેલા જીવ...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ગાંધીધામમાં ટ્રેલરમાંથી ૬.૮૮ લાખનું હેરોઈન ઝડપાયું, પંજાબના રેશમસિંઘની ધરપકડ

✍️ Reporter: Rameshbhai Ven 🗓 27 Nov 2026, 12:50 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એસ.ઓ.જી.પોલીસે 'NO DRUGS IN EAST KUTCH' અભિયાન હેઠળ ટ્રેલરમાંથી ૩૪.૪૧ ગ્રામ હેરોઈન અને ૬,૮૮,૨૦૦ની કિંમતનું ડ્રગ ઝડપી, કુલ ૨૬,૯૩,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો.

એસ.ઓ.જી.પોલીસે 'NO DRUGS IN EAST KUTCH' અભિયાન હેઠળ ગાંધીધામ ઝોનથી શિવમંદિર તરફના સર્વિસ રોડ પર ટ્રેલરમાં તપાસ હાથ ધરવામાં આવી અને ૩૪.૪૧ ગ્રામ હેરોઈન અને ૬,૮૮,૨૦૦ની કિંમતનું ડ્રગ ઝડપી.

આ કામગીરીમાં ટ્રેલર, મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ૨૬,૯૩,૨૦૦નો મુદ્દામાલ કબજે થયો. પોલીસને મળેલી બાતમી મુજબ પંજાબના અમૃતસર જિલ્લાના રેશમસિંઘ ચીમાસિંઘ (ઉં.વ.૩૩)ને ઝડપી પાડવામાં આવ્યો.

પંજાબના ભઠિંડા જિલ્લાના લખવિંદરસિંઘ ઉર્ફે લખો પાલસિંઘને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. હેરોઈન ઉપરાંત મોબાઈલ ફોન અને ટ્રેલર સહિત કુલ ૨૬.૯૩ લાખનો મુદ્દામાલ કબજે કરી એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સોંપ્યો.

આ કાર્યવાહી એસ.ઓ.જી.પીઆઈ એમ.સી.વાળાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
📲Get App