🔥 TRENDING ಜಾತ್ರೆ ಹಣ ಶಾಲಾಭಿವೃದ್ಧಿಗೆ ವಿನಿಯೋಗ ಮಸಬಿನ... દાહોદમાં લીમખેડા સરકારી અનાજ પરિવહનમાં... सीतापुर के ऑडी शाहपुर प्रोग्राम में छठ... बांगरमऊ में ऑटो‑रिक्शा चालकों ने नगर प... कलवा वास्करनगर मार्केट में नई जल पाइपल... લીલીયા ના એકલેરા ગામે ગીર ગંગા પરિવાર...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લીલીયા ના એકલેરા ગામે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નવા ચેકડેમ નું ખાતમુહૂર્ત કરાયું

✍️ Reporter: Hanif Katiyar 🗓 26 Nov 2026, 08:20 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લીલીયાના એકલેરા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નવા ચેકડેમનું ભવ્ય ખાતમુહૂર્ત...
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના એકલેરા ગામે જળસંચયના ઉમદા હેતુ સાથે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નવા ચેકડેમના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
'ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં' ના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ગામના સરપંચ, અગ્રણીઓ, ખેડૂતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ટ્રસ્ટના પ્રતિનિધિઓએ વરસાદી પાણીનો સંગ્રહ, ભૂગર્ભ જળસ્તરમાં વધારો અને બોર-કૂવાઓને રિચાર્જ કરવાના મહત્વ અંગે ગ્રામજનોને માર્ગદર્શન આપ્યું હતું.
ચેકડેમના નિર્માણથી આગામી સમયમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સુવિધા મળશે તેમજ ગામમાં જળસંચયને મોટું પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
📲Get App