🔥 ट्रेंडिंग સાબરકાંઠા ઝોનમાં ત્રીજા સંતાન માટે રૂ.... दिल्ली में स्वास्थ्य सुविधाओं के विस्त... जुन्नागढ़ में महामंडलेश्वर गिरनर माता... ऑटो‑रिक्शा और टैक्सी चालकों ने अहमदाबा... वडोदरा क्राइम ब्रांच ने 10 गुजरात जिलो... *NEED24 NEWS*
25 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મોંઘવારી અને ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ ના વેચાણ સામે આમ આદમી પાર્ટીની રજુઆત

✍️ रिपोर्टर: Husain dhoki 🗓 25 नव. 2026, 03:41 PM 👁 30
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મોંઘવારી અને ભેળસેળયુક્ત ચીજવસ્તુઓના વેચાણ સામે આમ આદમી પાર્ટીની કોડીનાર મામલતદાર શ્રી હેમંતકુમાર ભાસ્કર સાહેબ ને રજૂઆ

ગીર સોમનાથ, કોડીનાર

ગુજરાત સહિત સમગ્ર દેશમાં વધતી મોંઘવારીને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ગેસ સિલિન્ડર, પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ, શાકભાજી સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થતો હોવાને કારણે સામાન્ય નાગરિકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

એક તરફ મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા સામે બીજી તરફ બજારમાં નકલી અને ભેળસેળયુક્ત ચીજવસ્તુઓના બેરોકટોક વેચાણની સમસ્યા પણ ગંભીર બની રહી છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય પરિવારો માટે બાળકોના શિક્ષણ, પરિવારની દવાઓ અને રોજિંદી જરૂરિયાતો પૂર્ણ કરવી મુશ્કેલ બની રહી છે.

આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ લાવવા અને નકલી તથા ભેળસેળયુક્ત ચીજવસ્તુઓના વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

રજૂઆતમાં ગેસ, પેટ્રોલ-ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણ માટે યોગ્ય પગલાં લેવા, બજારો, દુકાનો અને ગોડાઉનોમાં નિયમિત તપાસ હાથ ધરવા તેમજ ભેળસેળયુક્ત ચીજવસ્તુઓનું વેચાણ કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીએ સરકારને જનહિતના આ ગંભીર મુદ્દે તાત્કાલિક ધ્યાન આપી મોંઘવારીથી પીડાતી જનતાને રાહત મળે તેવા અસરકારક પગલાં લેવા અપીલ કરી છે.

જનતાને મોંઘવારી અને ભેળસેળના ત્રાસમાંથી રાહત મળે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી

વિધાનસભા સંગઠન મંત્રી પ્રવીણ બી સેવરા

તાલુકા પ્રમુખ ભરતભાઈ વાળા
શહેર પ્રમુખ મહેશભાઈ બારડ

સ્પેશિયલ સ્ટાર્સ કી ઇન્ચાર્જ ડો. લક્ષ્મણભાઈ સોસા

વિધાનસભા મંત્રી
મિથુનભાઈ બોરીસા

યુવા પ્રમુખ હેમંત મકવાણા
આમ આદમી પાર્ટી ટીમ દ્વારા કોડીનાર મામલતદાર શ્રી હેમંતકુમાર ભાસ્કર સાહેબ ને રજુઆત કરવામાં આવી
📲Get App