🔥 TRENDING Bombay High Court asks Maharashtra why... Deputy CM Keshav Maurya says BJP plans... Brijesh Pathak outlines BJP's plan to... અખબારી યાદી अयोध्या में सेक्टर बूथ कार्यकर्ता सम्म... ಆಶಾ ಕಾರ್ಯಕರ್ತೆಯರ ಹೋರಾಟಕ್ಕೆ TUCI ಸಂಪೂರ್...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

અખબારી યાદી

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 25 Nov 2026, 11:34 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તા. ૨૫-૧૧-૨૦૨૬ • ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણ સભામાં જણાવ્યું હતું કે, બંધારણ શક્ય બનવા પાછળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નું અનુશાસન, વિશ્વાસ અને સિધ્ધાંત અહમ રહ્યાં : રણજીતસિંહ સુર

અખબારી યાદી
તા. ૨૫-૧૧-૨૦૨૬

• ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણ સભામાં જણાવ્યું હતું કે, બંધારણ શક્ય બનવા પાછળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નું અનુશાસન, વિશ્વાસ અને સિધ્ધાંત અહમ રહ્યાં : રણજીતસિંહ સુરજેવાલા
• દેશનું ચૂંટણી પંચ રાતોરાત ૧૩.૫૦ કરોડ નાગરિકોનો મત અધિકાર છિનવી લે તો બંધારણ કેવી રીતે ચાલશે ? : રણજીતસિંહ સુરજેવાલા
• દેશના સંવિધાને વાણી ની સ્વતંત્રતા, વિચારોની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા, લખાવાની સ્વતંત્રતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા આપેલ છે. ભાજપ સરકારે જનતાના સ્વતંત્રતાના અધિકારો છીનવી લીધા છેઃ અમિત ચાવડા
• લોકશાહી અને સંવિધાન બચાવવા મતના અધિકારની રક્ષા માટે કોંગ્રેસનો કાર્યકર દરેક બુથ ઉપર વોટ રક્ષક બની ગુજરાતીઓના મતના અધિકારની રક્ષા કરશે : અમિત ચાવડા
• ભારત દેશનું બંધારણ તે માત્ર પુસ્તક નહીં જીવતો જાગતો દસ્તાવેજ છે : ડૉ. તુષાર ચૌધરી

ભારતીય ચૂંટણી પંચ જેવી બંધારણીય નિષ્પક્ષ સંસ્થા ઉપર ભાજપાના સત્તાધીશ દ્વારા તેમના લાભાર્થે બેસાડવામાં આવેલ ચૂંટણી કમિશ્નર શ્રી જ્ઞાનેશકુમારને હટાવવા અને ફોજદારી કાર્યવાહી કરવાની માંગણીના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત “સંવિધાન રક્ષા માર્ચ” માં ગુજરાતના વિવિધ જીલ્લા અને શહેરથી ખુબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર, આગેવાનો જોડાયા.
૨૫ નવેમ્બર ૧૯૪૯ના રોજ સંવિધાન સભામાં ડૉ. બાબા સાહેબ આંબેડકરે કહ્યું જો ભારતનું સંવિધાન બની શકશે તો તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અનુશાસન, વિશ્વાસ અને સિધ્ધાંતના કારણે બનશે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહેલ કે કોઈપણ સંવિધાન કેટલુ પણ સારુ બનાવીએ પણ તે જો કોઈ ખોટા હાથમાં જતુ રહેશે તો તેનો કોઈ મતલબ નહી રહે અને સંવિધાન ગમે તેટલુ ખરાબ કે ત્રુટીઓવાળુ બન્યું હશે પણ તે કોઈ લાયક સત્તા કે હાથમાં જશે તો આપોઆપ યોગ્ય થઈ જશે અને આ જ વાત ઉપર ફરી એક વાર આજે તા. ૨૫ નવેમ્બર ૨૦૨૬ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સંવિધાન રક્ષા માર્ચ સભામાં આપણે સૌએ એકવાર ડૉ. બાબાસાહેબે કહેલી વાત યાદ કરવી પડશે. - રણજીતસિંહ સુરજેવાલા
ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહેલ કે રાજકીય આઝાદી તો મળી ગયેલ પણ સામાજીક આઝાદીનું નિર્માણ કરવું તે આપણી વર્તમાન સરકારની પ્રથમ પ્રાથમિકતા રહેશે. સામાજીક આઝાદી એટલે આ દેશનો સૌથી અમીર વ્યક્તિ અને આ દેશનો સૌથી ગરીબ વ્યક્તિ એક સમાન સ્વતંત્રતાના અધિકારો સાથે જીવી શકે તેવો અધિકાર આ દેશના પ્રત્યેક નાગરિકને મળવો. આ દેશના દલિત, આદિવાસી, અલ્પસંખ્યક, ગરીબ, ખેડુત, યુવાન, મહિલા કે પછાત હોવાના આધારે ભેદભાવ ના કરે તેમજ મુઠ્ઠીભર અમીરો પૈસાના જોરે આ દેશનું સંચાલન ના કરી શકે તો જ અસલી સામાજીક આઝાદી મળી કહેવાય અને તેવા દેશનું નિર્માણ કરવું તે જ બંધારણ સભાની ફરજ છે. - રણજીતસિંહ સુરજેવાલા
આજની સંવિધાન રક્ષા માર્ચ એ કોઈ રાજકીય એજન્ડા કે ચૂંટણી જીતવાના એજન્ડા તરીકે નહીં પણ ભારતના એક-એક નાગરિકની રક્ષા અને અધિકાર માટે ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા જે સંવિધાન મળ્યું છે અને આ વર્તમાન સરકાર દ્વારા તેના ઉપર જે જોખમ ઉભુ થયું છે. તેના ચિંતન માટે રાખવામાં આવી છે. - અમિત ચાવડા
આ દેશની ૮૦ ટકા મિલકત આ દેશના ૫ ટકા અમીર લોકો પાસે અને ૨૦ ટકા મિલકત આ દેશના ૯૫ ટકા લોકો પાસે વહેંચાયેલી હોય તેવા ભારત દેશનું નિર્માણ વર્તમાન ભાજપ સરકારે કરેલ છે. ભારત દેશ મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, ડૉ. બાબાસાહેબ આંબેડકરના સપનાનું ભારત રહેલું છે. શું તેમના મુલ્યો અને સિધ્ધાંતો મુજબ આ દેશની સરકાર શાસન ચલાવી રહી છે ? ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલ ચઢાવી તેમના સિધ્ધાંતોને પગ નીચે કચડી નાખે તેનું નામ ભાજપ સરકાર. મહાત્મા ગાંધીજીના ચશ્મા તો ઉધાર લે છે પણ તેમના સમાનતા અને સમરસતાના સિધ્ધાંતો ઉપર બુલ્ડોઝર ચલાવી સત્તામાં ટકી રહી છે. સરદાર પટેલની મૂર્તિતો બનાવે પણ તેમના વંસજ એવા ખેડૂતોની રોજી રોટી અને જમીન ઝુંટવી રહ્યાં છે. સામાજીક અને ધાર્મિક ભાઈચારાને બંધક બનાવનારા આજે સત્તામાં છે. - રણજીતસિંહ સુરજેવાલા
વર્તમાન ભાજપ સરકારમાં શું દલિતને ન્યાય મળે છે ? આદિવાસીને સન્માન છે ? ઓ.બી.સી. માટે સમાન તકો અને ભાગીદારી છે ? માયનોરીટી સમાજ અને મહિલાઓ માટે સમાનતાનો અધિકાર છે ? યુવાનો માટે રોજગાર છે? વેપારીઓને સરકારી હપ્તા ચુકવ્યા વગર કોઈ છુટકારો છે ? પત્રકાર અને મીડીયાના કર્મીઓને લખવાની અને બોલવાની સ્વતંત્રતા છે ? સરકારની આલોચના કરવાનો અધિકાર છે ? આ દેશમાં બધા લોકોની સમાન હિસ્સેદારી છે ? શું આ દેશનું સંવિધાન ધર્મ અને જાતિ થી મોટું છે ? આવા અનેક સવાલો આ ભાજપ સરકાર સામે ઉઠ્યા છે અને એટલે જ સંવિધાન બચાવવાની વિપક્ષની અસલી કસોટી છે તેવું સન્માનનીય ખડગેજી અને રાહુલજી માને છે અને એટલે જ આ દેશના નાગરિકોના અધિકારની રક્ષા માટે સંસદ થી સડક સુધી “લોકશાહી બચાવો... દેશ બચાવો...” કાર્યક્રમો આપવામાં આવેલ છે. - રણજીતસિંહ સુરજેવાલા
શિવસેના, ત્રુણમુલ કોંગ્રેસ, એન.સી.પી. જેવા પક્ષોના ચૂંટણી ચિન્હો છીનવી લેવામાં આવે કારણ કે તે ભાજપાના સાથે ના હોય તો શું સંવિધાન સુરક્ષિત કહેવાય ? લોકસભામાં ૪૨ કાનુન માત્ર ૩૦ મીનીટમાં બનાવી દેવામાં આવે અને તે હિસાબ પ્રમાણે એક કરતા ઓછી મીનીટમાં એક કાનુન બની જાય તેવું ભાજપ સરકારની સરકારમાં શક્ય છે. ઓનલાઈન જુગારની તરફેણ કરતા કાનુન પણ માત્ર ૨ મીનીટમાં પાસ કરી દેવામાં આવે અને બીજી બાજુ ખેડુતોને કચડી નાખતા, શોષણ કરતા ત્રણ કાળા કાનુન પણ માત્ર ૨ મીનીટમાં આ જ ભાજપ સરકારના શાસનમાં પાસ કરી દેવામાં આવે અને આ બધા સવાલો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીજી જો ઉઠાવે તો તેમને બોલવા પણ દેવામાં ના આવે તે રીતે આ દેશના નાગરિકોના પ્રશ્નોને કચડવામાં આવે તો શું લોકશાહી જીવંત કહેવાય ? - રણજીતસિંહ સુરજેવાલા
આજે ગુજરાતની ધરતી ઉપર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વ. અહેમદ પટેલની પુણ્યતિથી ઉપર તેમને યાદ કરી ગુજરાતના લોકોને પુછવુ પડે કે સંવિધાન ઉપર ભાજપ સરકારના આ પ્રકારના હુમલા ચલાવી લેવાય ? વર્તમાન ભાજપ સરકાર સંવિધાનના મુલ્યો અને સિધ્ધાંતોને બુલ્ડોઝર નીચે કચડી રહ્યાં છે. આ દેશમાં જાતિ, ધર્મ થી ઉપર ઉઠીને જો કોઈ એક વાત છે તો તે આ દેશનું સંવિધાન છે. જો આ સંવિધાન જ નહીં રહે તો આ દેશના માલેતુજારોનું કઈ બગડવાનું નથી પણ તેની અસર ગરીબ, પીડીત, શોષીત, વંચિત, યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ખાસ કરીને આ દેશના GENZ યુવાનોને નુકસાન થશે. ભારતના સંવિધાનમાં ગુજરાતનું પણ DNA છે તે વાત ગુજરાતીઓએ ના ભૂલવી જોઈએ અને એટલે જ સંવિધાનની રક્ષા એ સૌ ગુજરાતીઓની સામુહિક ફરજ છે. - રણજીતસિંહ સુરજેવાલા
૧૯૮૫માં કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કોઈ પદ લેવા માટે કે કોઈ સરકાર બનાવવા કે કોઈ સત્તાની લાલશા માટે નહી પણ આ દેશના નાગરિકોને ગુલામીથી આઝાદી અપાવવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની સ્થાપના કરવામાં આવેલ. - અમિત ચાવડા
આઝાદી બાદ વિશ્વનું શ્રેષ્ઠ કહી શકાય તેવુ બંધારણ ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા બનાવવામાં આવ્યું અને તેમાં સૌથી મોટો ફાળો પણ ગુજરાતીઓનો રહ્યો છે. ગુજરાતના મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ દ્વારા જીવનની છેલ્લી ક્ષણ સુધી તેમાં કોઈપણ પ્રકારનો બદલાવ સ્વિકારવામાં ન આવેલ. આઝાદી થી અત્યાર સુધી જેણે પણ બંધારણ ઉપર આંગળી ઉઠાવી હોય, લોકશાહીને કચડી નાખવાની કે ખતમ કરવાનો પ્રયાસ કર્યો હોય અને તેને રોકવા માટેનો સૌથી પહેલા જો કોઈ અવાજ ઉઠ્યો હોય તો તે કોંગ્રેસ પક્ષનો છે. - અમિત ચાવડા
ભાજપ સરકાર પાછલા બારણે લોકશાહી ખતમ કરી પોતાના માનીતા મુઠ્ઠીભર લોકોને આ દેશનું નેતૃત્વ અને સુકાન સોંપવાની જે મલીન મનશા બાંધી છે તેને કોઈએ સારી રીતે ઓળખી હોય તો તે રાહુલ ગાંધીજી, મલ્લીકાઅર્જુન ખડગેજી અને કોંગ્રેસ પક્ષ છે અને એટલે જ સંવિધાન બચાવવા આ દેશના લોકોને આહવાહન કરી સરકાર સામે અવાજ ઉઠાવવા અને જોડાવવાની અપીલ કરવામાં આવી. આ દેશના નાગરિકોને બોલવાની, લખવાની, અભિવ્યક્તિની આઝાદી સંવિધાન અને બંધારણે આપી પણ ગુજરાતની ભાજપ સરકારની ખોટી નિતિ અને રીતિ સામે કોઈ ટીવી મીડીયામાં પ્રેસના માધ્યમથી બોલે, સોશીયલ મીડીયામાં કટાક્ષ કરે કે કોઈ લખાણ લખે તો જાણે કોઈ ઈમરજન્સી લાગી હોય, કોઈ કટોકટી લાગી હોય તેમ તેના અવાજને દબાવવાના પ્રયાસ રૂપે ખોટા કેસો કરી પ્રતિપાડીત કરવામાં આવે છે અને એટલે જ આ સરકાર સામે એક-એક ગામ, એક-એક બુથમાં જઈ ચોપાલ ભરી વોટ રક્ષકની નિમણુંક ગુજરાત કોંગ્રેસ કરશે અને એકપણ વ્યક્તિના વોટનો અધિકાર ના છીનવાય, બંધારણે આપેલા સ્વતંત્રતાનો અધિકાર ના છીનવાય તેના માટે ખોટી નજર કરનારા આ ભાજપ સરકારના લોકોને જડબેસલાક જવાબ આપવા અમે આગામી દિવસોમાં જમીન ઉપર ઉતરીશું - અમિત ચાવડા
ભારત દેશનું સંવિધાન એ કોઈ પુસ્તક નહી જીવતુ જાગતુ દસ્તાવેજ છે અને તેમાં સ્પષ્ટ કર્યું છે કે, “સરકાર લોકો માટે છે લોકો સરકાર માટે નથી” સરકાર દ્વારા નાગરિકોને કોઈ આવાસ, પેન્શન, પગાર મફત રાશન, મફત શિક્ષણ આપવામાં આવે તો તે તેનો લોકશાહી દ્વારા મળેલ અધિકાર છે. તેના બદલે સરકારને મત આપો તેવું કોઈપણ સરકારને કહેવાનો અધિકાર નથી. - ડૉ. તુષારભાઈ ચૌધરી
કોઈપણ ચૂંટાયેલી સરકાર ખોટુ કામ કરે, ભ્રષ્ટાચાર કરે, બંધારણ પ્રમાણે ના વર્તે તો તેની આલોચના કરવાનો, ટીકા કરવાનો સંપૂર્ણ અધિકાર આ દેશના નાગરિકોને આ દેશના બંધારણે આપેલ છે અને એટલે જ જો બંધારણ જ નહી રહે તો આ દેશનો નાગરીક પણ નહી રહે અને એટલે જ દેશના નાગરિકના અસ્તિત્વને ટકાવવાની અને બંધારણને બચાવવાની જવાબદારી આપણા સૌ કોઈની છે. તે વાત ગંભિરતાથી લેવી પડશે. - ડૉ. તુષારભાઈ ચૌધરી
ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાત પ્રભારી અને સાંસદ માનનીયશ્રી રણદીપસિંહ સુરજેવાલાની વિશેષ ઉપસ્થિતીમાં અને પ્રદેશ પ્રમુખ આદરણીયશ્રી અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને તથા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીની હાજરીમાં યોજાયેલ જેમાં સી.ડબ્લ્યુ.સી. મેમ્બર અને પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોર, પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીયમંત્રીશ્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ, એ.આઈ.સી.સી.ના ઓડીસાના પ્રભારીશ્રી લાલજીભાઈ દેસાઈ, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ સાંસદ ડૉ. અમી યાજ્ઞિક, સાંસદશ્રી ગેનીબેન ઠાકોર, ગુજરાત વિધાનસભા કોંગ્રેસના ઉપનેતા શ્રી શૈલેષભાઈ પરમાર, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ મેવાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રી નિલેશભાઈ પટેલ (લાલાભાઈ), ડૉ. પલક વર્મા, ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓ, ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશનના ચેરમેનશ્રીઓ, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ જોડાયેલ અને પોતાના વિચારો રજુ કરેલ ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો એક સાથે બંધારણના આમુખનું વાંચન કરેલ અને હજારોની સંખ્યામાં સંવિધાન રક્ષા માર્ચ પદ યાત્રામાં જોડાયેલ. આ પદયાત્રા રાજીવ ગાંધી ભવન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ થી શરૂ થઈ પાલડી ચાર રસ્તા ખાતે સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે તેમને વરિષ્ઠ આગેવાનો દ્વારા પુષ્પ અર્પણ કરી સમાપન કરવામાં આવેલ.

(ડૉ. અમિત નાયક)
પ્રવક્તા
📲Get App