વિરમગામ રેલવે સ્ટેશન પાસે આવેલા સંદીપ પાન પાર્લર ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો વરલી મટકાનો જુગાર રમતા અને રમાડતા ઇસમો ઝડપાયા
વિરમગામ રેલવે સ્ટેશન પાસે મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા
મટકાનો જુગાર રમતા અને રમાડતા 20થી વધુ શખ્સો ઝડપાયા હોવાની માહિતી, ત્રણ ટુ-વ્હીલર સહિતનો મુદ્દામાલ જપ્ત
વિરમગામ રેલવે સ્ટેશન પાસે ચાલી રહેલા મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દરોડા પાડતાં જુગારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, મટકાનો જુગાર રમતા અને રમાડતા 20થી વધુ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્થળ પરથી ત્રણ ટુ-વ્હીલર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
SMCની ટીમે ઝડપાયેલા શખ્સો અને મુદ્દામાલને વિરમગામ ટાઉન પોલીસ મથકે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી બાદ સત્તાવાર વિગતો જાહેર થાય તેવી શક્યતા છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ