स्थानीय
જુનાગઢમાં માંગરોળ ખડાયતા વણિક સમાજે શ્રી કોટ્યર્ક પ્રભુના પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી
કારતક સુદ ૧૨ ના રોજ માંગરોળમાં શ્રી કોટ્યર્ક પ્રભુનો પ્રાગટ્ય દિવસ ભક્તિભાવપૂર્વક ઉજવાયો, જેમાં રાસ-ગરબા, ભજન-કીર્તન અને ભોગદાનની પરંપરા અનુસરાઈ.
કારતક સુદ ૧૨ ના રોજ માંગરોળ તાલુકા ખડાયતા વણિક સમાજ દ્વારા ભક્તિભાવપૂર્વક શ્રી કોટ્યર્ક પ્રભુનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો. આ ઉજવણીમાં માંગરોળ અને આજુબાજુના શહેરોમાંથી ભક્તો રાસ-ગરબા લઈને મંદિર તરફ ભક્તિભાવ પૂર્વક આગળ વધ્યા, અને બપોરે ૪ વાગ્યાની આસપાસ ઢોલ-નગારાની ધૂન સાથે શ્રી કોટ્યર્ક પ્રભુનું ચિત્રજી મંદિર પહોંચ્યું.
મંદિરના પ્રાંગણમાં તબલા અને મંજીરાના સંગીત સાથે ભક્તિભર્યા ભજન-કીર્તન કરવામાં આવ્યા, ત્યારબાદ મુખ્યાજી દ્વારા ભક્તિમય આરતી કરવામાં આવી.
જ્ઞાતિની બહેનો દ્વારા ઘરેથી તૈયાર કરેલ છપ્પન ભોગની સામગ્રી ભોગદાન કરવામાં આવી અને ઉપસ્થિત તમામ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો.
ખડાયતા વણિક સમાજના પ્રમુખ, પ્રફુલ્લભાઇ કાન્તીભાઈ નાંદોલ, એ કોટયર્ક પ્રભુ ના પ્રાગટ્ય દિવસની શુભકામનાઓ પાઠવી અને સૌનો આભાર વ્યક્ત કર્યો.