🔥 TRENDING Haryana and Baroda Dominate SMAT 2026,... 13 Chhattisgarh officials suspended in... Cooperative Sugar Mill in Chhattisgarh... Cyclone Akvan brings rain to parts of... Class 10 student Rakhi Rabha from remo... 7-Week-Old Elephant Calf Airlifted fro...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામમાં પ્રસૂતિ બાદ મહિલાનું મોત થતાં ચકચાર

✍️ Reporter: Chavda Jignesh 🗓 21 Nov 2026, 12:45 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામમાં પ્રસૂતિ બાદ એક મહિલાનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, રામપુરા ગામની રહેવાસી કંચનબેન સુમિતભાઈ ઠાકોરની પ્રથમ ડિલિવરી બાદ તબિયત લથડતાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદમાં સારવાર દરમિયાન કંચનબેનનું દુઃખદ અવસાન થયું હતું. આ ઘટનાને પગલે પરિવારજનોએ વિરમગામની નવજીવન હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ સામે કથિત બેદરકારીના આક્ષેપો કર્યા છે અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
મહિલાના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને હકીકત બહાર આવે તેવી પરિવારજનોની માંગ છે.
નોંધ: હોસ્પિટલ કે તબીબની બેદરકારી અંગેના આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી. હોસ્પિટલનો પક્ષ અને તપાસની વિગતો મળ્યા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.
📲Get App