🔥 TRENDING Supreme Court Upholds Karnataka High C... Supreme Court Declines Karnataka's Bid... Rajasthan Revamps GST Audit to Ease Ta... ಕೊಪ್ಪಳ ಶ್ರೀ ಗವಿಮಠಕ್ಕೆ ಶಿಕ್ಷಣ ಸಚಿವ ಮಧು... सड़क सुरक्षा जागरूकता को लेकर कैथेड्रल... ગુજરાત સરકારનું નવું ઉપક્રમ: ગંદકીની ફ...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટમાં વધુ એક હત્યા! મોરબી રોડની વેલનાથ સોસાયટીમાં પતિએ પત્નીની છરીના ઘા ઝીંકી કરી હત્યા

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 20 Nov 2026, 10:39 PM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચકચાર – પ્રવીણ પરસોડાએ પત્ની શારદાબેન પર છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી હોવાની પ્રાથમિક માહિતી, PI જી.આર. ચૌહાણ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો.
રાજકોટ શહેરમાં હત્યાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના મોરબી રોડ પર આવેલી વેલનાથ સોસાયટીમાં પતિએ પોતાની જ પત્નીની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મોરબી રોડ સ્થિત વેલનાથ સોસાયટીમાં પ્રવીણ પરસોડા નામના શખ્સે પોતાની પત્ની શારદાબેન પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં શારદાબેનને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે.
પતિ દ્વારા પત્નીની હત્યાથી વિસ્તારમાં સનસનાટી
ઘરેલુ મામલે કે અન્ય કોઈ કારણસર આ હત્યા કરવામાં આવી છે તે અંગે હાલ સ્પષ્ટતા થઈ નથી. પતિએ પત્નીની હત્યા શા માટે કરી અને ઘટના પાછળનું ચોક્કસ કારણ શું છે તે સહિતના તમામ પાસાઓ તપાસનો વિષય બન્યા છે.
PI જી.આર. ચૌહાણ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર. ચૌહાણ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરવા અને હત્યા પાછળનું કારણ જાણવા પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી સવાલો
રાજકોટ શહેરમાં ટૂંકા ગાળામાં અલગ-અલગ વિસ્તારોમાં હત્યાની ઘટનાઓ સામે આવતાં નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે. એક તરફ ગાંધીગ્રામના એસ.કે. ચોક પાસે મનીષ પરમારની હત્યાની ઘટના અને બીજી તરફ મોરબી રોડની વેલનાથ સોસાયટીમાં શારદાબેનની હત્યાના બનાવથી શહેરમાં ચકચાર મચી છે.
હાલ પોલીસ તપાસ બાદ જ હત્યા પાછળનું ચોક્કસ કારણ, આરોપીની ધરપકડ અને અન્ય વિગતો સ્પષ્ટ થશે.
📲Get App