🔥 TRENDING Uttar Pradesh plants over 40 crore tre... Azam Khan mocks Asaduddin Owaisi with... Mizoram’s environmental watchdog urges... Mizoram and Assam Agree to Maintain St... Gorakhpur UDF സർക്കാരിന്റെ പ്രവാസി വിരുദ്ധ നയങ്ങ...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

કપરાડાના સુલિયા ગામના યુવાનોની લાચારી: સરપંચની ઉદાસીનતા સામે પથ્થરો હટાવી જાતે જ બનાવ્યું ક્રિકેટ ગ્રાઉન્ડ

✍️ Reporter: VITHALBHAI CHAUDHARI 🗓 16 Nov 2026, 07:18 PM 👁 92
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

"તમે ક્યાં મોટા ખિલાડીઓ છો કે ગ્રાઉન્ડ જોઈએ?" - સરપંચના સંવેદનહીન જવાબથી યુવાનોમાં રોષ

કપરાડાના સુલિયા ગામના યુવાનોની લાચારી: સરપંચની ઉદાસીનતા સામે પથ્થરો હટાવી જાતે જ બનાવ્યું ક્રિકેટ ગ્રાઉન્ડ

આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાયાની સુવિધાઓથી વંચિત છે સુલિયા ગામના યુવાનો

તમે ક્યાં મોટા ખિલાડીઓ છો કે ગ્રાઉન્ડ જોઈએ?" - સરપંચના સંવેદનહીન જવાબથી યુવાનોમાં રોષ

રાજ્ય અને નેશનલ સ્તરે રમી ચૂકેલા ખેલાડીઓ હોવા છતાં ગામમાં નથી રમત-ગમતનું મેદાન

કપરાડા તાલુકાના અંતરિયાળ એવા સુલિયા ગામના યુવાનો છેલ્લા કેટલાક વર્ષોથી રમત-ગમત માટેના ક્રિકેટ ગ્રાઉન્ડની માંગ કરી રહ્યા છે, પરંતુ ગ્રામ પંચાયતના બહેરા કાને આ અવાજ ન પહોંચતા આખરે યુવાનોએ મજબૂરીવશ ખાડીના પથ્થરો જાતે જ ખસેડીને રમતનું મેદાન તૈયાર કર્યું છે અને ત્યાં રમી રહ્યા છે.
ગામના યુવાનોના જણાવ્યા અનુસાર, સુલિયા ગામના સરપંચ નયનાબેન મહાદુભાઈ ચૌધરી છે, પરંતુ વ્યવહારમાં તમામ કામગીરી તેમના પતિ મહાદુભાઈ ચૌધરી સંભાળી રહ્યા છે. જ્યારથી આ સત્તા ચૂંટાઈને આવી છે, ત્યારથી યુવાનો દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડ માટે મૌખિક તેમજ ગ્રામસભામાં મોખિક રજૂઆતો કરવામાં આવી છે. જોકે, સરપંચ કે સભ્યો દ્વારા યુવાનોના પ્રત્યે કોઈ જ સકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો નથી.
જ્યારે ગ્રામસભામાં યુવાનોએ ક્રિકેટ ગ્રાઉન્ડની વાત મૂકી, ત્યારે સરપંચ તરફથી અત્યંત અપમાનજનક જવાબ મળ્યો હતો કે, "તમે ક્યાં મોટા ખિલાડીઓ છો કે તમને ગ્રાઉન્ડ જોઈએ?" સરપંચની આ માનસિકતા સ્પષ્ટ દર્શાવે છે કે તેમને ગામના યુવાનોના વિકાસ સાથે કોઈ લેવાદેવા નથી અને માત્ર પોતાના સ્વાર્થ માટે જ સત્તા મેળવી હોય તેવું પ્રતીત થાય છે. યુવાનો જ્યારે ગ્રાઉન્ડ માટે જગ્યાની માંગણી કરતા, ત્યારે સરપંચ ઊલટું યુવાનોને જ 'જગ્યા શોધી આપવા'નું કહીને પોતાની જવાબદારીમાંથી છટકી જતા હોવાનો આક્ષેપ પણ યુવાનો કરી રહ્યા છે.સુલિયા ગામના યુવાનોમાં પ્રતિભાની કોઈ કમી નથી. આ ગામના અનેક યુવાનો રાજ્ય અને નેશનલ લેવલ સુધી રમી ચૂક્યા છે. આ ઉપરાંત પોલીસ, ફોરેસ્ટ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને પણ યોગ્ય સુવિધાઓના અભાવે ગામ બહાર જઈને તૈયારીઓ કરવાની ફરજ પડે છે. ગામના સત્તાધીશો પાસે આવનારી યુવા પેઢીના ભવિષ્ય માટે કોઈ વિઝન ન હોવાનો રોષ પણ ગ્રામજનોમાં જોવા મળી રહ્યો છે.માત્ર ક્રિકેટ ગ્રાઉન્ડ જ નહીં, પરંતુ સુલિયા ગામમાં આજે પણ અનેક ગંભીર સમસ્યાઓ મોઢા ફાડીને ઊભી છે. ગામમાં શૌચાલયની યોગ્ય સુવિધા નથી, આરોગ્ય કેન્દ્ર નથી તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પણ રમવા માટે ગ્રાઉન્ડ ઉપલબ્ધ નથી. આઝાદીના આટલા વર્ષો વીતી જવા છતાં સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી.
સ્થાનિક સરપંચ અને પંચાયત દ્વારા યુવાનોના પ્રશ્નોની સતત ઉપેક્ષા કરવામાં આવતી હોવાથી, હવે સુલિયા ગામના યુવાનોએ ઉચ્ચ તંત્ર અને સરકાર સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે. યુવાનોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સુલિયા ગામમાં એક સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ અને અન્ય પાયાની સુવિધાઓ વિકસાવવામાં આવે, જેથી ગામના તમામ યુવાનો સ્વસ્થ અને ખુશીથી રમી શકે તથા પોતાની પ્રતિભાને વધુ ઉજાગર કરી શકે.
📲Get App