🔥 TRENDING Six Kerala districts under yellow aler... 📰 જન્મદિવસની શુભેચ્છાઓ બદલ હરેશ મહેશ્... JioStar Launches Promo with Tilak Varm... आई जी एम एस में युवाओ ने लिया नशे से द... ગાંધીધામમાં ટ્રેલરમાંથી ૬.૮૮ લાખનું હે... અમરેલી પોલીસએ 5 મહિનાથી ફરાર રહેલા જીવ...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભરૂચમાં GNFC ટાઉનશીપમાં દીપડો પાંજરે પુરાયો, રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 27 Nov 2026, 12:40 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

GNFC ટાઉનશીપમાં પાંચ દિવસની શોધખોળ બાદ દીપડો પાંજરે પુરાયો, જેના કારણે રહેવાસીઓમાં ભયનો માહોલ સમાપ્ત થયો.

GNFC ટાઉનશીપમાં દીપડો ઘૂસી આવવાની ઘટનાથી છેલ્લા પાંચ દિવસથી રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.

દીપડાની અવરજવરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ટાઉનશીપમાં રહેતા પરિવારોમાં ચિંતા ફેલાઈ હતી. દીપડાની હાજરીને પગલે વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

વન વિભાગની ટીમ સતત પ્રયત્નશીલ રહી અને સ્ટ્રીટ નંબર 9, 14 અને 24માં દીપડો લટાર મારતો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. પાંચ દિવસની શોધખોળ બાદ આખરે દીપડો પાંજરે પુરાયો.

દીપડો પકડાઈ જતાં ટાઉનશીપના રહેવાસીઓએ હાશકારો અનુભવ્યા અને ભયનો માહોલ સમાપ્ત થયો. સ્થાનિકોમાં રાહત જોવા મળી રહી છે.
📲Get App