🔥 TRENDING सेन समाज के 26 जोड़ े बंध े परिणय सूत्... सफाईकर्मी की बेटी की शादी मे ं पहुंचकर... TV ਇੰਡਸਟਰੀ ਦੇ ਮਸ਼ਹੂਰ ਜੋੜੇ ਨੇ ਸੁਣਾਈ Good... करौली के 679वां स्थापना दिवस पर राजपरि... परीक्षार्थियो ं ने सफलता की कामना के ल... सरगुजा में PDS व्यवस्था पर सवाल! तीन म...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નર્મદામાં પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ, 56,717 બાળકોને રસી આપવાનું લક્ષ્ય

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 22 Nov 2026, 01:49 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નાંદોદનાં ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે રાજપીપલાના ટેકરા ફળિયાની આંગણવાડી કેન્દ્ર-૩ ખાતે બાળકોને પોલિયાના બે ટીપાં પીવડાવી અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

જિલ્લામાં જન્મથી પાંચ વર્ષ સુધીનાં કુલ 56,717 બાળકોને પોલિયાના બે ટીપાં પીવડાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ અભિયાન માટે જિલ્લામાં 227 રસીકરણ બુથ કાર્યરત કરવામાં આવ્યા છે. જ્યારે બુથ પર ન આવી શકેલા બાળકોને આવરી લેવા માટે આરોગ્ય વિભાગની 454 ટીમો ઘરે-ઘરે જઈ રસીકરણની કામગીરી કરશે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનક કુમાર માઢકના માર્ગદર્શન હેઠળ ત્રણ દિવસીય આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા વર્કરો અને આંગણવાડી કાર્યકરો દ્વારા સંકલિત રીતે રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.

અભિયાનના પ્રારંભ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શિવાનીબેન મહેતા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લાના એકપણ બાળક પોલિયાના બે ટીપાંથી વંચિત ન રહી જાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વાલીઓને પણ પાંચ વર્ષ સુધીનાં તમામ બાળકોને પોલિયાના બે ટીપાં અવશ્ય પીવડાવવા અપીલ કરવામાં આવી છે.
📲Get App