🔥 TRENDING પ્રાંતિજ નજીક હાઈવે પર અકસ્માતમાં ડીઝલ... திருப்பூரை சேர்ந்த மது மயக்கத்தில் இரு... उमाशंकर के अंदाज में रसड़ा की सियासत म... కృష్ణాజిల్లా గుడివాడ పురపాలక సంఘం ఎన్న... 13 வயது யோகலட்சுமி 19 நவம்பர் 2026 கால... बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

5 બોલમાં 5 વિકેટો ઝડપી રચ્યો હતો ઈતિહાસ, હવે ન્યૂઝીલેન્ડની ટીમમાં ધૂરંધર બોલરની એન્ટ્રી

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 13 Nov 2026, 01:04 AM 👁 72
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભારત સામેની પાંચ મેચોની વનડે સીરિઝના અંતિમ બે મુકાબલા માટે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ (NZC) દ્વારા સ્ક્વોડમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ઘરેલુ ક્રિકેટમાં પોતાના સતત શાનદાર પ્રદર્શનના આધારે 31 વર્ષીય ફાસ્ટ બોલર બ્રેટ રેન્ડેલને પ્રથમ વખત ન્યૂઝીલેન્ડની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઓલરાઉન્ડર જોશ ક્લાર્કસનની પણ પાંચમી વનડે માટે ટીમમાં વાપસી થઈ છે.આ પસંદગી સાથે જ બ્રેટ રેન્ડેલ પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવાની સુવર્ણ તક ઊભી થઈ છે. સીરિઝની અંતિમ બંને મેચો માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાવાની છે, જ્યાં ભારતીય ટીમ હાલમાં 2-0ની અજેય સરસાઈ ધરાવે છે.ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સળંગ 5 બોલમાં 5 વિકેટ ઝડપવાનો ઐતિહાસિક રેકોર્ડ

જમણા હાથના ફાસ્ટ બોલર બ્રેટ રેન્ડેલે સ્થાનિક સ્તરે અત્યંત પ્રભાવશાળી આંકડા નોંધાવ્યા છે:
📲Get App