🔥 TRENDING திருப்பூரை சேர்ந்த மது மயக்கத்தில் இரு... उमाशंकर के अंदाज में रसड़ा की सियासत म... కృష్ణాజిల్లా గుడివాడ పురపాలక సంఘం ఎన్న... 13 வயது யோகலட்சுமி 19 நவம்பர் 2026 கால... बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क... Nagaland Unveils New Agarwood Policy t...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

2035 સુધીના ક્રિકેટ કેલેન્ડરને ICCની મંજૂરી, 2029માં ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031માં વનડે વર્લ્ડ કપની યજમાની

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 15 Nov 2026, 11:43 PM 👁 66
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
. કાર્યક્રમને અંતિમ મંજૂરી આપવામાં આવી હતી. આ શેડ્યૂલ મુજબ ભારતને 2029માં ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031માં વનડે વર્લ્ડ કપની યજમાની સોંપવામાં આવી છે. 2031નો વનડે વર્લ્ડ કપ ભારત અને બાંગ્લાદેશની સંયુક્ત યજમાનીમાં યોજાશે. આ કેલેન્ડરમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ, વનડે વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલનો સમાવેશ થાય છે.ICC દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, 2028માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સંયુક્ત રીતે T20 વર્લ્ડ કપની યજમાની કરશે. ત્યારબાદ 2030માં ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ આ ટુર્નામેન્ટનું સંયુક્ત આયોજન કરશે. T20 વર્લ્ડ કપની આગામી આવૃત્તિઓ 2032 અને 2034માં યોજાશે, જોકે આ બંને ટુર્નામેન્ટના યજમાન દેશોનાં નામ હજુ નક્કી કરવામાં આવ્યાં નથીઆગામી વર્ષે દક્ષિણ આફ્રિકામાં યોજાનારા વનડે વર્લ્ડ કપ બાદ આ ટુર્નામેન્ટ 2031માં ફરી એકવાર ભારતીય ઉપખંડમાં યોજાશે. ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે 9 ઓક્ટોબરથી 23 નવેમ્બર, 2031 દરમિયાન મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની કરશે. આ પહેલાં 2023માં ભારતે વનડે વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. તે ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી, પરંતુ અમદાવાદમાં રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત 2035માં પણ વનડે વર્લ્ડ કપનું આયોજન ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન કરવામાં આવશે. જોકે, આ આવૃત્તિ માટે યજમાન દેશની જાહેરાત હજુ કરવામાં આવી નથીવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ અગાઉની જેમ દર બે વર્ષે જૂન મહિનામાં યોજાશે. ICC દ્વારા ઇંગ્લેન્ડને 2029 અને 2031ની WTC ફાઇનલની યજમાની સોંપવામાં આવી છે. જ્યારે 2033 અને 2035ની ફાઇનલ ક્યાં યોજાશે તે અંગે હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી.
📲Get App