🔥 TRENDING Sonpur Mela 2026: Saran Admin Inspects... Birendra Lal’s body found in Kuil Rive... ರಶ್ಮಿಕಾ ಮಂದಣ್ಣ ಅವರ 'ಮೈಸಾ' ನವೆಂಬರ್ 27 ರ... Alia Bhatt Defends Marriage to Ranbir... शहडोल में जनजातीय कार्य विभाग पर भ्रष्... Alia Bhatt's Witty 'General Knowledge'...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

TAT-HS મુખ્ય પરીક્ષાના પરિણામમાં પારદર્શિતા માટે ઉમેદવારોની માગણી, કલેક્ટરને અપાયું આવેદનપત્ર

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 20 Nov 2026, 09:29 AM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉત્તરવહીઓની ફરી ચકાસણી, વિષયવાર ગુણ, મોડેલ આન્સર કી અને રિ-અસેસમેન્ટની વ્યવસ્થા કરવા રજૂઆત

તાજેતરમાં જાહેર થયેલા TAT-HS મુખ્ય પરીક્ષાના પરિણામ અંગે પારદર્શિતાની માગણી સાથે ઉમેદવારો વતી મહીસાગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, પરિણામને લઈને રાજ્યભરના અનેક ઉમેદવારોમાં નિરાશા અને અસંતોષની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. ઉમેદવારોનું કહેવું છે કે, વર્ષો સુધી મહેનત અને સતત અભ્યાસ છતાં ધાર્યા કરતાં ઓછું પરિણામ મળ્યું છે, જેના કારણે મૂલ્યાંકન પ્રક્રિયા અંગે તેમના મનમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. બંધારણના અનુચ્છેદ 16 મુજબ જાહેર નોકરીમાં સમાન તકનો અધિકાર હોવાથી મૂલ્યાંકન અને પરિણામ પારદર્શી હોવું જરૂરી હોવાની રજૂઆત પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે.

આવેદનપત્રમાં કરવામાં આવેલી મુખ્ય માગણીઓ :
• તમામ ઉમેદવારોની ઉત્તરવહીઓની ફરીથી યોગ્ય અને વ્યવસ્થિત રીતે ચકાસણી કરવામાં આવે • ગુજરાતી વિષય અને મુખ્ય વિષયના ગુણ અલગ અલગ દર્શાવવામાં આવે, જેથી ઉમેદવારોને પોતાના વિષયવાર પ્રદર્શનની સ્પષ્ટ જાણકારી મળી શકે • ઉત્તરવહીઓની ચકાસણીમાં કોઈ ભૂલ, ગુણની ગણતરીમાં ક્ષતિ કે મૂલ્યાંકન સંબંધિત ખામી રહી હોય તો તેને સુધારવામાં આવે • પરીક્ષાના પરિણામ અને મૂલ્યાંકન પ્રક્રિયા અંગે ઉમેદવારોને પારદર્શક માહિતી આપવામાં આવે, મૂલ્યાંકનની પદ્ધતિ જાહેર કરવામાં આવે અને મોડેલ આન્સર કી જાહેર કરવામાં આવે • જે ઉમેદવારોને પોતાના પરિણામ અંગે વાંધો હોય તેમના માટે recheckingની સાથે reassessmentની સુવિધા આપવાની વ્યવસ્થા કરવામાં આવે • જે ઉમેદવારને પોતાની ઉત્તરવહીની નકલ જોઈએ તો એ નકલ આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે
આ બાબતે સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય અને પારદર્શક કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા આવેદનપત્રમાં વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ પ્રેસ નોટ આવેદનપત્રમાં રજૂ થયેલી વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે.
📲Get App