🔥 TRENDING Scindia and Samrat discuss expanding t... Six dead as car returning from pre-wed... Bihar Chief Secretary Pratyaya Amrit u... રાજીવ ગાંધી ભવનમાં રણદીપસિંહ સુરજેવાલા... आज राजस्थान के दौसा जिले में सिकंदरा च... पकरीबरावां में ट्रांसफॉर्मर में लगी आग...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત ST ડિવિઝનને દિવાળી ટ્રાફિકમાં ₹2.60 કરોડની રેકોર્ડબ્રેક આવક

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 08 Nov 2026, 01:39 PM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિવાળી અને નવા વર્ષના તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા માટે GSRTC સુરત વિભાગ દ્વારા 1300 બસોનું સંચાલન કરાયું, જેના પરિણામે ₹2,59,96,164 ની વિક્રમી આવક થઈ.

દિવાળી અને નૂતન વર્ષના તહેવારો નિમિત્તે સુરતથી વતન જતા મુસાફરોની સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) સુરત વિભાગ દ્વારા મોટા પાયે વધારાનું સંચાલન કરવામાં આવ્યું હતું. મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા માટે નિગમ દ્વારા 1300 જેટલી બસોના આયોજન સાથે 4 થી 7 નવેમ્બર દરમિયાન ટ્રીપ દોડાવવામાં આવી હતી.

આ વધારાના સંચાલન અને મુસાફરોની ભારે ભીડને કારણે સુરત એસટી ડિવિઝનને આ સમયગાળા દરમિયાન રેકોર્ડબ્રેક આવક પ્રાપ્ત થઈ છે. નિગમને કુલ ₹2,59,96,164 ની માતબર આવક નોંધાવી છે, જે અત્યાર સુધીની સૌથી વધુ છે.

આ સફળતા દર્શાવે છે કે તહેવારો દરમિયાન મુસાફરોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે GSRTC દ્વારા કરાયેલ આયોજન અસરકારક સાબિત થયું છે. વધારાની બસોની વ્યવસ્થા અને સુચારુ સંચાલનથી હજારો મુસાફરોએ સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરી કરી.
📲Get App